લોકસભા / યુપી : દરેક બેઠક પર ગઠબંધનની ટક્કરને લીધે ભાજપ મુશ્કેલીમાં

UP: BJP suffers due to collision of coalition on every seat

DivyaBhaskar.com

May 15, 2019, 01:25 AM IST

રામ દત્ત ત્રિપાઠીઃ ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ગઠબંધને ભાજપે દરેક બેઠક પર જોરદાર ટક્કર આપી છે. ભાજપને સૌથી વધુ નુકસાન પહેલા તબક્કામાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં થવાનું અનુમાન છે. ગઈ ચૂંટણીમાં મુઝફ્ફરનગર તોફાનોના કારણે થયેલા ધ્રુવીકરણનો ફાયદો ભાજપને થયો હતો, જેને મોદી લહેર કહેવાઈ હતી. ગઈ ચૂંટણીના આંકડા જોઈએ તો ભાજપ અને તેના સાથી અપના દળને 43% અને કોંગ્રેસને 8% મત મળ્યા હતા, જે આ વખતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના સંયુક્ત પ્રચારના કારણે થોડા વધી શકે છે. જોકે, કોંગ્રેસની બેઠકોમાં વધારો થવાની આશા ઓછી છે.

ગઈ વખતે ભાજપ વિરોધી ચારેય પક્ષ અલગ અલગ હતા અને મતો વહેંચાઈ જવાના કારણે 20% મત ખેંચનારી બસપાને એક પણ બેઠક નહોતી મળી. સપા ફક્ત પાંચ પારિવારિક બેઠકો પર સમેટાઈ ગઈ હતી. આ વખતે ઉત્તર પ્રદેશમાં ભાજપ આ પ્રકારનું પ્રદર્શન કરી શકે એવી શક્યતા નથી. તેનું કારણ રાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દા છે. વર્તમાન સાંસદો પ્રત્યે નારાજગી ઓછી કરવા માટે મોદીએ હાલના તેમની ટિકિટ કાપી છે અને તેમની જગ્યાએ પોતાને ઉમેદવાર તરીકે રજૂ કર્યા છે. ઉત્તર પ્રદેશમાં પ્રચાર માટે ફક્ત મોદી, અમિત શાહ અને યોગી જ ઉતર્યા છે.

બીજી તરફ ફૂલપુર, ગોરખપુર અને કૈરાના પેટા ચૂંટણીમાં સફળતા મળ્યા પછી માયાવતી, અખિલેશ અને અજીત સિંહ એક મંચ પર આવ્યા હતા. તેનાથી ત્રણેય પક્ષના કાર્યકર અને સમર્થક નજીક આવ્યા. કોંગ્રેસ પણ પ્રિયંકા ગાંધી થકી બુથ સ્તર સુધી પોતાની ચૂંટણી મશીનરીને સક્રિય કર્યું અને એવા ઉમેદવાર ઉતાર્યા, જે ભાજપના મત કાપી શકે. જેમ કે, કોંગ્રેસ ગોરખપુર અને અલ્લાહાબાદમાં ભાજપના બ્રાહ્મણ ઉમેદવાર સામે બ્રાહ્મણ ઉમેદવાર ઉતાર્યા છે. એ જ રીતે ફૂલપુરમાં પટેલ ઉમેદવાર સામે પટેલ. સપા-બસપાએ પણ બ્રાહ્મણ, ઠાકુર, નિષાદ અને કુર્મી ઉમેદવારોને ઉતારીને ભાજપના સમીકરણો બગાડવાનો પ્રયાસ કર્યો છે. રસ્તે જતા લોકો સાથે વાત કરતી વખતે મોદી-મોદીનું ગાન ગાતા લોકો મળે છે, પરંતુ એ પણ હકીકત છે કે, આ વખતે મુસ્લિમ મતદારો એકજૂટ છે અને ગઠબંધન તથા કોંગ્રસે પોતાનો પ્રચાર એ રીતે કર્યો કે, સમાજમાં ગઈ વખતની જેમ ધાર્મિક ધ્રુવીકરણ ના થયું. પહેલીવાર દલિત, પછાત અને મુસ્લિમ સમાજની

રામ દત્ત ત્રિપાઠીએ બીબીસી વર્લ્ડ સર્વિસના પૂર્વ સંવાદદાતા છે

X
UP: BJP suffers due to collision of coalition on every seat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી