પશ્ચિમ બંગાળ ગ્રાઉન્ડ રિપોર્ટ / હવે એક જ સવાલ, ભાજપને કેટલી બેઠકો?

Spacial Ground Report From west Bengal

  • ભાજપના આંતરિક રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં જે 33 બેઠકો પર મતદાન થઈ ગયું છે, તેમાંથી પક્ષ 19 બેઠકો જીતી શકે છે

DivyaBhaskar.com

May 16, 2019, 12:41 AM IST

સુવાશીસ મૈત્રાઃ છેલ્લા તબક્કાના મતદાન પહેલાં બંગાળમાં ચૂંટણીનો પારો ચરમ સીમા પર છે. પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તૂટવાથી આરોપ-પ્રત્યારોપ ઉગ્ર થઈ ગયા છે. સાતમા તબક્કામાં ઉત્તર અને દક્ષિણ કોલકાતા સાથે જ 9 બેઠકો પર મતદાન થવાનું છે. 2014માં આ બધી બેઠકો ટીએમસીએ જીતી હતી. છઠ્ઠા તબક્કાનું મતદાન થયા પછીથી બંગાળમાં એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે ભાજપને કેટલી બેઠકો મળશે? પશ્ચિમ બંગાળના રાજકારણમાં આ નવી વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં 15 રેલી કરી ચૂક્યા છે. મમતા બેનરજી પણ 80 પબ્લિક મીટિંગ કરી ચૂક્યાં છે અને તેમનું લક્ષ્ય 102નું છે.

ભાજપના આંતરિક રિપોર્ટ મુજબ જે 33 બેઠકો પર મતદાન થયું છે ત્યાં પક્ષ 19 બેઠકો જીતી શકે છે. મમતા ભલે બધી 42 બેઠકો જીતવાનો દાવો કરી રહ્યાં હોય, પરંતુ પક્ષના સૂત્ર 30થી 36 બેઠક જીતવાની વાત કરી રહ્યાં છે. છેલ્લા તબક્કામાં 19 મેએ કોલકાતા ઉત્તર, કોલકાતા દક્ષિણ, દમદમ, જાધવપુર, બારાસાત, બસીરહાટ, જયનગર, મથુરાપુર અને ડાયમંડ હાર્બરમાં મતદાન થવાનું છે. રાષ્ટ્રીય સ્તર પર રાષ્ટ્રવાદ ભાજપનો મુખ્ય મુદ્દો રહ્યો, પરંતુ બંગાળમાં ભાજપનું અભિયાન મમતા સરકારના લઘુમતી તુષ્ટીકરણ અને વિકાસ પર કેન્દ્રિત રહ્યું.

જો આ ચૂંટણી માત્ર વિકાસ પર હોત તો કદાચ મમતાને જબરદસ્ત વિજય મળત કારણ કે તેમની 46 કલ્યાણકારી યોજનાઓ લોકોમાં લોકપ્રિય છે. પછી લોકોમાં નારાજગી કઈ બાબતની હોય? તેનું કારણ આ કલ્યાણકારી યોજનાઓમાં ટીએમસીના નીચલા સ્તરના નેતાઓ દ્વારા કરાતો ભ્રષ્ટાચાર છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો મતહિસ્સો 17 ટકા હતો, જે 2016ની વિધાનસભા ચૂંટણીમાં 10 ટકા પર આવી ગયો, ત્યાર પછી યોજાયેલી ચૂંટણીમાં તે 22 ટકા સુધી પહોંચી ગયો. આ વખતે તે 30 ટકા સુધી પહોંચવાની આશા છે. સ્પષ્ટ છે કે ભાજપને અંદાજે 100 વિધાનસભા બેઠકો પર લીડ મળી શકે છે.

એવું થાય તો 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ મમતા માટે સૌથી મોટો પડકાર હશે. ભાજપનો જે મતહિસ્સો વધશે તે કોંગ્રેસ અને લેફ્ટના વોટ શિફ્ટ થવાથી જ થશે. મમતાનો મતહિસ્સો 40થી 46 ટકા સુધી જઈ શકે છે. ભાજપનું સપનું છે કે બંગાળમાં ત્રિપુરા મોડલનું પુનરાવર્તન કરવામાં આવે. ત્રિપુરામાં 2013માં ભાજપની કોઈ બેઠક નહોતી, પરંતુ 2018માં પક્ષ ત્યાં સત્તા પર આવી ગયો. પરંતુ એ વાત ધ્યાન રાખવી જોઈએ કે બંગાળના ક્ષેત્રફળ અને વસતીની સરખામણીમાં ત્રિપુરા કોઈ નગરપાલિકા સમાન છે.

X
Spacial Ground Report From west Bengal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી