હોટ સીટ દુમકા / 74 વર્ષના ગુરુ શિબુની સામે શિષ્ય સુનીલ ત્રીજીવાર મેદાનમાં

Shishya Sunil against the 74-year-old guru, Shibu, for the third time on the field

DivyaBhaskar.com

May 13, 2019, 11:06 PM IST

શશિ ભૂષણ,ઈલેક્શન ડેસ્કઃ હવામાનના તાપમાન કરતાં વધુ આજ કાલ ઝારખંડની બીજી રાજધાની દુમકામાં ચૂંટણી ગરમીની છે. મુખ્યમંત્રી રઘુવર દાસથી લઇ મહાગઠબંધનના કદાવર નેતાઓનું અહીં કેમ્પ કરવાનું ચાલુ છે કે દુમકા કેટલી મહત્વની બેઠક છે. 8 વખત અહીંથી સાંસદ રહેલા ઝામુમોના કેન્દ્રીય અધ્યક્ષ દિશોમ ગુરુ શિબુ સોરેનનો મુકાબલો ફરી એક વાર તેમના શિષ્ય સુનીલ સોરેન સામે છે. શિબુ કહે છે કે દિલ્હીમાં તેમની હાજરીનો મતલબ આદિવાસીઓનો સશક્ત અવાજ છે. શહેરના ખીજુરિયામાં આવેલા શિબુના ઘરનો દરવાજો ક્યારેય બંધ થતો નથી.

તેઓ દિવસમાં બે વાર અહીં લોકોને મળે છે. ચર્ચા છે કે ગુરુજીની આ છેલ્લી ચૂંટણી છે? આ સવાલ પર તેમનો જવાબ છે કે જ્યાં સુધી જીવું છું, આદિવાસી હિતો માટે લડતો રહીશ. તેઓ પ્રચાર પર ઓછા જ નીકળે છે. કહે છે અમારો પ્રચાર જનતા કરે છે. મોદીલહેરના સવાલ પર કહે છે કે મોદી મોટા નેતા નથી. સંથાલ અમારું છે અને અહીં કોઇનું નહીં ચાલે. શિબુ સભાઓમાં પણ ટૂંકુ ભાષણ આપે છે. જ્યારે હરીફ સુનીલ અંગે કહે છે કે એ અમારું જ બાળક છે. શહેરમાં લાગેલાં અમુક બેનરોને છોડી દો તો તેમના પ્રચારની રીત પરંપરાગત જ છે. સંથાલ ક્ષેત્રમાં વાટ યા સમાજ સાથે સંકળાયેલ નિર્ણય ગ્રામસભાઓ કરે છે.

એ જ શિબુની તાકાત છે. ભાજપ અત્યાર સુધી તેનો ઉપાય શોધી શક્યો નથી. 74 વર્ષના શિબુની સામે ત્રીજી વાર તેમના જ 40 વર્ષીય શિષ્ય સુનીલ સોરેન છે. શિબુના પુત્ર દુર્ગા સોરેનને જામા વિધાનસભાની ચૂંટણીમાં હરાવી ચર્ચામાં આવેલા સુનીલ પોતાની દરેક સભામાં શિબુ પર વાર કરે છે. ગુરુજીની વયનો ઉલ્લેખ કરી તેમને અસમર્થ ગણાવે છે અને પોતાના માટે એક તક માગે છે. કહે છે કે આટલા લાંબા સમય સુધી સંથાલના નેતાએ અાદિવાસીઓ માટે કાંઇ કર્યું નહીં. તેમના વિકાસ માટે ક્યારેય અવાજ ઉઠાવ્યો નથી. સંસદમાં સવાલ સુધી પણ પૂછ્યો નથી. સુનીલ પોતાના ગામ તારબંધાથી જ પ્રચાર પર નીકળે છે.

ગામોમાં વધુ સંપર્ક કરે છે. ભાજપે પણ ગામોમાં જગ્યા બનાવવા સંથાલોની વચ્ચે કાર્યકર્તાઓની ટોળી ઊભી કરી છે. મુખ્યમંત્રી રઘુવર દાસે પણ સંથાલ ક્ષેત્ર પર ખાસ ફોકસ કર્યું છે. તેમની કોશિશ ઝામુુમોના સૌથી દિગ્ગજ નેતાને તેમના ગઢમાં જ માત આપવાની છે. આ પડકારોની વચ્ચે શિબુ મક્કમતાથી મેદાનમાં ટકેલા છે. ગ્રામીણ વિસ્તારોની ચૂંટણીચર્ચા ગુરુજીની આસપાસ ફરે છે તો શહેરોમાં લોકો રાષ્ટ્રવાદની વાત કરે છે. દરેક ચૂંટણીમાં શિબુ સોરેનના જીતના ઘટતા અંતરની ચિંતા આ વખતે ઝામુમોને ઓછી છે કારણ કે ઝાવિમો તેની સાથે છે. ઝાવિમોના 17.51 ટકા વોટ ટ્રાન્સફર થવાની સ્થિતિમાં ઝામુમોનો મતહિસ્સો 55 ટકા થઇ જાય છે. મોદીલહેરમાં પણ ભાજપ પોતાનો મતહિસ્સો 33 ટકા સુધી જ લઇ જઇ શક્યો હતો.

શિબુની તાકાત- ગુરુનો દરજ્જો

ચમત્કારિક વ્યક્તિત્વ. આદિવાસી સમાજમાં દિશોમ ગુરુનો દરજ્જો. શિબુના એક અવાજ પર હજારો લોકો નીકળી પડે છે. ઘણાં આંદોલનોના જનક રહ્યા છે. શિબુની મોટી નબળાઇ યુવાઓમાં તેમની લોકપ્રિયતા નથી.

સુનીલની તાકાત- લોકપ્રિયતા

સુનીલની વય સૌથી મોટી તાકાત છે. તેઓ છેલ્લી બે ચૂંટણી ભલે હારી ગયા પરંતુ મતહિસ્સો વધાર્યો છે. નવયુવાઓ વચ્ચે તેઓ લોકપ્રિય છે. ભાજપના સ્થાનિક નેતાઓની સાથે સમન્વયની ઊણપ તેમની મોટી નબળાઇ છે.

X
Shishya Sunil against the 74-year-old guru, Shibu, for the third time on the field
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી