લોકસભા / શીખ રમખાણો મુદ્દે પિત્રોડાના નિવેદન અંગે લુધિયાણામાં રાહુલ ગાંધીએ કહ્યું ‘ શરમાવું જોઈએ, માફી માંગે’

DivyaBhaskar.com

May 14, 2019, 12:07 AM IST
Rahul Gandhi says 'should be ashamed, apologizes' on Pithoda's statement on the issue of Sikh riots

  • છેલ્લા તબક્કામાં પંજાબમાં મતદાન પહેલાં રાહુલે પિત્રોડાને માફી માંગવા કહ્યું 

લુધિયાણાઃ સામ પિત્રોડાએ શીખ રમખાણો મુદ્દે ‘થયું તો થયું’ એ પ્રકારના નિવેદન મુદ્દે પંજાબમાં આયોજિત ચૂંટણી રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખુલાસો કરવાની ફરજ પડી હતી. તેમણે ફતેહગઢ સાહિબમાં કહ્યું હતું કે, ‘સામ પિત્રોડાએ 1984નાં શીખ રમખાણો વિશે જે કહ્યું છે તે બિલકુલ અયોગ્ય છે. આ પ્રકારના નિવેદન મુદ્દે તેમણે માફી માંગવી જોઈએ. મેં ખુદ તેમને કહ્યું છે કે આ નિવેદન માટે તમને શરમ આવવી જોઈએ અને જાહેરમાં માફી માંગવી જોઈએ. આ પહેલાં રાહુલ ગાંધીએ ફેસબુક પોસ્ટ મૂકીને પણ સામ પિત્રોડાના નિવેદનની ટીકા કરી હતી. ત્યાર પછી સામ પિત્રોડાએ પણ માફી માંગી લીધી હતી.

નોંધનીય છે કે હવે સાતમા તબક્કામાં 19મેએ 59 બેઠક પર મતદાન થવાનું છે, તેમાં પંજાબની 13 મહત્ત્વની બેઠક પણ સામેલ છે. વડાપ્રધાન મોદી સામ પિત્રોડાના આ વિવાદાસ્પદ નિવેદનને તમામ ચૂંટણી રેલીઓમાં મુદ્દો બનાવે છે. આ કારણસર રાહુલ ગાંધીએ સામ પિત્રોડાની ટીકા કરીને અને માફી મંગાવીને આખો વિવાદ થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે.

X
Rahul Gandhi says 'should be ashamed, apologizes' on Pithoda's statement on the issue of Sikh riots
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી