ગ્રાઉન્ડ રિપોર્ટ / પંજાબ : ધર્મના અપમાન મુદ્દે અકાલી ઘેરાયું, એર સ્ટ્રાઈક પર કરતારપુરા કોરિડોર ભારે

Punjab: Akali surrounded by insult of religion; Kararatpura corridor heavy on Air Strike

  • છેલ્લો તબક્કો: એરસ્ટ્રાઈકની અસર શહેરો સુધી મર્યાદિત, ગામોમાં ધર્મ જ મોટો મુદ્દો
  • પંજાબની 13 બેઠકોની સ્થિતિ અહીં 19 મેએ મતદાન છે
  • પહેલી વખત... પંજાબ ડેમોક્રેટિક એલાયન્સ મુકાબલમાં છે. છ પક્ષોનું બનેલું આ જોડાણ 5 બેઠકો પર સીધી અસર કરશે

DivyaBhaskar.com

May 15, 2019, 01:09 AM IST

અમિત કુમાર નિરંજન, ફરીદકોટથી: પંજાબી સૂબા વચ્ચેથી ચીરતી ભારત અને પાકિસ્તાનની ઝીરો લાઈન પર કાંટાળી વાડ લાગી છે. ડેરા બાબા નાનક પાસે ભારતના કરતારપુર સ્થળથી મનપ્રીત સિંહ પાકિસ્તાનમાં બનેલા ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબની ઝાંકીની રાહ જોઈ રહ્યા હતા. કરતારપુર કોરિડોર માટે પાકિસ્તાનમાં ઝડપથી રસ્તા બની રહ્યા હતા, જેની ઊડતી ધૂળમાં શ્રી કરતારપુર સાહેબ આંખોથી દૂર થઈ રહ્યા હતા. અંદાજે 20 મિનિટ પછી તેમને ગુરુદ્વારાની ઝાંકી જોવા મળી. આંખોમાં શ્રદ્ધાનો ભાવ જોવા મળ્યો. મનપ્રીત ખુશ હતા કે તે પાકિસ્તાન જઈને શ્રી કરતારપુર સાહેબ જઈ શકશે.

તેનો શ્રેય તે નવજોતસિંહ સિદ્ધુને આપતા કહે છે - જે ઝડપથી પાકિસ્તાન રસ્તો બનાવી રહ્યું છે તે ઝડપથી ભારતમાં કામ નથી થઈ રહ્યું. તે સીધું જ કહે છે ચૂંટણીમાં તેની સીધી અસર પડશે. એર સ્ટ્રાઈકને તે તમાશો જાહેર કરી દે છે. પંજાબમાં આ મુદ્દા સીવાય ગુરુગ્રંથ સાહેબના અપમાનનો મુદ્દો પણ વધુ અસરકારક છે. અમૃતસરમાં કરતારપુર કોરિડોરનો મુદ્દો ગરમ છે. અહીં નવજોતસિંહ સિદ્ધુને તેની ક્રેડિટ મળી છે, એવામાં કોંગ્રેસને સીધો ફાયદો થઈ શકે છે. અહીં પેટાચૂંટણીમાં જીતેલા ગુરજિત સિંહને કોંગ્રેસે ફરી ટિકિટ આપી છે. ભાજપે 2014માં અહીં અરુણ જેટલીને ઉતાર્યા હતા.

તે હારી ગયા હતા. આ વખતે ભાજપે શીખ સમીકરણને જોતા રાજ્યમંત્રી હરદીપસિંહ પુરીને ટિકિટ આપી છે. તેમને લોકો બહારથી લાવેલા ઉમેદવાર તરીકે જોઈ રહ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર મિલનસાર સ્વભાવના કારણે વધુ લોકપ્રિય છે.હોશિયારપુરમાં બે દાયકાથી કોઈ પણ પક્ષ સતત બે વખત ચૂંટણી જીતી શક્યું નથી. ગઈ વખતે અહીં ભાજપના વિજય સાંપલા જીત્યા હતા. આ વખતે ભાજપે તેમની ટિકિટ કાપીને સિટિંગ ધારાસભ્ય સોમ પ્રકાશને આપી છે. જ્યારે કોંગ્રેસ તરફથી ડો. રાજકુમાર છબ્બેવાલ મેદાનમાં છે. સાંપલા વિરુદ્ધ ક્ષેત્રમાં નારાજગી છે.

મનાય છે કે ભાજપે સોમ પ્રકાશને ટિકિટ આપીને પુનરાગમન કર્યું છે. સોમ પ્રકાશને સારી છબીનો લાભ મળી શકે છે. 2009ની ચૂંટણીમાં તે માત્ર પાંચ સો મતના અંતરથી હાર્યા હતા.ફરિદકોટ શિરોમણી અકાલી દળનો ગઢ મનાય છે. ગઈ વખતે અહીં આપના પ્રોફેસર સંધૂ સિંહ જીત્યા હતા. આપે તેમને ફરી ટિકિટ આપી છે. અદાલી દળે ગુલઝાર સિંહ રાણિકે અને કોંગ્રેસે મોહમ્મદ સદ્દીકને ટિકિટ આપી છે. અહીં ગુરુગ્રંથ સાહેબના અપમાનનો મુદ્દો ગરમ છે. અકાલી દળ તેમાં ઘેરાયેલી છે.ફિરોઝપુરથી અકાલી દળના ચીફ સુખબીરસિંહ બાદલ મેદાનમાં છે. છેલ્લી પાંચ વખતથી અહીં અકાલી દળ જીતી રહી હતી.

ગઈ વખતે અહીંથી શેરસિંહ ધુબાયા જીત્યા હતા. જે પછી કોંગ્રેસમાં જતા રહ્યા. કોંગ્રેસે તેમને જ ટિકિટ આપી છે. આપે અહીં હરજિંદર સિંહ કાકાને ટિકિટ આપી છે. જણાવી દઈએ કે આપ છેલ્લી વખત અહીં એક લાખથી વધુ મત લઈ ગઈ હતી. અહીં કોંગ્રેસ અનેક જૂથોમાં વિભાજિત છે. એવામાં સુખબીરસિંહ બાદલ મજબૂત દેખાઈ રહ્યા છે.બઠિંડામાં છેલ્લા ત્રણ વખતથી અકાલી દળ જીતી રહ્યું છે. બે વખતથી તો સુખબીર સિંહ બાદલની પત્ની હરસિમરત કૌર અહીંથી સાંસદ છે. તે આ વખતે પણ મેદાનમાં છે. કોંગ્રેસે અહીં અમરિંદરસિંહ રાજા અને આપના પ્રોફેસર બલજિંદર કૌરને ટિકિટ આપી છે.

અહીં પંજાબ એકતા પાર્ટીએ સુખપાલસિંહ ખેરાને ઉતાર્યા છે. તે અકાલી દળના વોટ કાપશે. એવામાં ટક્કર કાંટાની છે. ગુરુગ્રંથ સાહેબના અપમાનની અસર ઘટાડવા માટે પ્રકાશસિંહ બાદલ પોતે જ તેમના પૂત્રવધુ માટે અહીં પ્રચારમાં ઉતર્યા છે. અહીં તેમની સ્થિતિ ચિંતાજનક છે.લુધિયાણામાં ગઇ વખતે કોંગ્રેસના રવનીત સિંહ બિટ્ટૂ સાંસદ ચૂંટાયા હતા. આ વખતે કોંગ્રેસે તેમને જ ટિકિટ આપી છે. રવનીત પંજાબના પૂર્વ સીએમ બિયંત સિંહના પૌત્ર છે. અકાલી દળે તેમની સામે મહેશ ઇન્દર સિંહ ગ્રેવાલને ઉતાર્યા છે. અહીં મુખ્ય મુકાબલો કોંગ્રેસના રવનીત અને પીડીએના સિમરનજીત સિંહ વચ્ચે છે.

કોંગ્રેસને સરસાઇ જણાય છે. સંગરૂરમાં ગઇ વખતે આપના ભગવંત માન જીત્યા હતા. તેઓ ફરી મેદાનમાં છે. અકાલી દળમાંથી પરમિન્દર સિંહ ઢીંડસાને ટિકિટ મળી છે. કોંગ્રેસે કેવલ સિંહ ઢિલ્લોંને ઉતાર્યા છે. અહીં ગામડાંમાં ભગવંત માનની પકડ સારી છે. આપ-કોંગ્રેસ વચ્ચે મુકાબલો રોચક બની શકે છે. પટિયાલામાં 2014માં આપના ધરમવીર ગાંધીએ અમરિન્દર સિંહની પત્ની પ્રનીત કૌરને 21 હજાર મતથી હરાવ્યા હતા. કોંગ્રેસે પ્રનીતને ફરી ટિકિટ આપી છે. જોકે, આ વખતે ધરમવીર આપ છોડીને નવા પંજાબ પાર્ટી બનાવી ચૂક્યા છે, જે પીડીએનો હિસ્સો છે. અકાલી દળે અહીં સુરજીત સિંહ રખડાને ટિકિટ આપી છે. અહીં કોંગ્રેસ-પીડીએ વચ્ચે રોમાંચક મુકાબલો છે.

શ્રી ગુરુ ગ્રંથ સાહિબના અપમાનનો મુદ્દો અસર બતાવશે

2015ની 1 જૂને ફરીદકોડના બુર્જ જવાહર સિંહ વાલા ગામના ગુરુદ્વારા સાહિબમાંથી કોઇ અજ્ઞાત શખસે શ્રી ગુરુ ગ્રંથ સાહિબના પવિત્ર સ્વરૂપની ચોરી કરી. બરગાડી ગુરુદ્વારાના ગ્રંથી બુધ સિંહના કહેવા મુજબ, 2015ની 12 ઓક્ટોબરની સવારે ચારેક વાગ્યાની આસપાસ ગુરુદ્વારા સાહિબની બહાર પવિત્ર સ્વરૂપોના ટુકડાં વિખેરાયેલા દેખાયા. વિરોધ-પ્રદર્શનો વચ્ચે 14 ઓક્ટોબરની સવાર સુધીમાં કોટકપુરાના ચોકમાં અંદાજે 40 હજાર લોકોની સિક્ખ સંગત એકઠી થઇ. તે વખતે પંજાબમાં અકાલી દળની સરકાર હતી. વિરોધ-પ્રદર્શનો દરમિયાન ફાયરિંગમાં બે યુવકના મોત થયા. શ્રી ગુરુ ગ્રંથ સાહિબના અપમાનનો આ મુદ્દો લુધિયાણા, ફરીદકોટ, ભટિન્ડા, સંગરુર, પટિયાલા, શ્રી અનંતપુર સાહિબ, ફતેહગઢ સાહિબ અને ફિરોજપુરમાં અસર કરી શકે છે. આ જ કારણ છે કે 2012માં 56 બેઠક જીતીને સરકાર રચનાર અકાલી દળ 2017માં અહીં 15 બેઠક પર સમેટાઇ ગયું.

પક્ષોની સ્થિતિ

કોંગ્રેસ અને આપ એકલા મેદાનમાં છે. ભાજપ-અકાલી દળ સાથે છે. પંજાબ ડેમોક્રેટિક અલાયન્સ અસર બતાવી શકે છે. તેમાં પંજાબ એકતા પાર્ટી, બસપા, લોક ઇન્સાફ પાર્ટી, પંજાબ મંચ, સીપીઆઇ અને રિવોલ્યૂશનરી માર્કસિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા સામેલ છે.

2014ની સ્થિતિ

બેઠક વિજેતા
અમૃતસર કોંગ્રેસ
આનંદપુર સાહિબ એસએડી
ભટિન્ડા એસએડી
ફરીદકોટ આપ
ફતેહગઢ સાહિબ આપ
ફિરોઝપુર એસએડી
ગુરદાસપુર ભાજપ
હોશિયારપુર ભાજપ
જાલંધર કોંગ્રેસ
ખદૂર સાહિબ એસએડી
લુધિયાણા કોંગ્રેસ
પટિયાલા આપ
સંગરુર આપ

X
Punjab: Akali surrounded by insult of religion; Kararatpura corridor heavy on Air Strike
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી