ગ્રાઉન્ડ રિપોર્ટ / બંગાળમાં રાજકીય હિંસાથી મતદારો નારાજ, આ ગુસ્સો સ્થિતિ બદલી શકે છે

Violence with political violence in Bengal, voters can change, this anger can change

  • ‘ઇશ્વર’ સાથે રમતા પક્ષો, સવાલ- નુકસાન કોને?
  • પશ્ચિમ બંગાળની 4 બેઠક: જાધવપુર, ડાયમંડ હાર્બર, મથુરાપુર, જયનગરની સ્થિતિ, 19 મેએ કુલ 9 બેઠક પર મતદાન.
     

DivyaBhaskar.com

May 16, 2019, 11:11 PM IST

રાજેશ માલી, જાધવપુર (પશ્ચિમ બંગાળ): પશ્ચિમ બંગાળમાં ચૂંટણીમાં ભગવાન શ્રીરામ બાદ હવે મહાન સમાજ સુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની એન્ટ્રી થઇ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન હિંસામાં તેમની પ્રતિમા તૂટી ગઇ હતી. તૃણમૂલ કોંગ્રેસ આને મુદ્દો બનાવી રહી છે, કેમ કે આ બંગાળના લોકોની લાગણીઓ સાથે જોડાયેલો મામલો છે. છેલ્લા તબક્કાની ચૂંટણીમાં મમતા-મોદીથી વધુ ચર્ચા હિંસાની છે. લોકોને લાગી રહ્યું છે કે આનાથી બંગાળની બદનામી થઇ રહી છે અને તેઓ પોતાનો ગુસ્સો મત દ્વારા કાઢી શકે છે. આ ગુસ્સો કોની વિરુદ્ધ હશે એ જ સવાલ અહીં ચર્ચામાં છે. 19 મેએ પશ્ચિમ બંગાળની 9 બેઠક પર મતદાન થશે, જેમાં મમતા બેનર્જીની જૂની બેઠક જાધવપુર તેમ જ ડાયમંડ હાર્બર, મથુરાપુર અને જયનગર પણ સામેલ છે.

રાજ્યમાં વિપક્ષ માટે કોઇ જગ્યા ન છોડવાની જીદના કારણે જ મમતા ક્યાંય કોઇ જોખમ નથી લઇ રહ્યાં. તેમણે જાધવપુરમાં વર્તમાન સાંસદને બદલે બંગાળી ફિલ્મોની 30 વર્ષીય અભિનેત્રી મિમી ચક્રવર્તી પર ભરોસો કર્યો. તેના બે કારણ છે- ભાજપના ઉમેદવાર અનુપમ હાજરા અને સીપીએમના બક્શી રંજન ભટ્ટાચાર્ય. 37 વર્ષના અનુપમ 2014ની લોકસભા ચૂંટણી બોલપુરથી તૃણમૂલની ટિકિટ પર જીત્યા હતા. 68 વર્ષીય ભટ્ટાચાર્ય જાણીતા વકીલ છે અને કોલકાતાના મેયર રહી ચૂક્યા છે. ત્રિપાંખિયા મુકાબલામાં તૃણમૂલના વોટ વહેંચાઇ ન જાય તે માટે મમતાએ સ્ટાર ઇમેજનો સહારો લીધો. તેમનો દાવ સફળ થતો દેખાઇ રહ્યો છે.

મહિલા મતદારોમાં મિમીની વધુ ચર્ચા છે. વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર રહેલા અનુપમને મુકુલ રોય રાજકારણમાં લાવ્યા હતા, જેઓ એક સમયે મમતાના ખાસ હતા અને તૃણમૂલમાં નંબર-2 હતા. તેઓ ભાજપમાં ગયા તો અનુપણ પણ જતા રહ્યા. અનુપમને હજુ પણ તૃણમૂલના તેમના જૂના સંપર્કો પર ભરોસો છે. રોડ શોમાં પરસેવે રેબઝેબ અનુપમ કહે છે મોદીજીનું નામ તો છે જ. તે ઉપરાંત હું તૃણમૂલમાં પણ રહી ચૂક્યો છું તો જે લોકો મમતા અને તેમના ભત્રીજાથી ખુશ નથી તેઓ પણ મારી સાથે છે. મિમી માટે દીદી જ સર્વસ્વ છે. તેઓ મમતા બેનર્જીને વડાપ્રધાન બનાવવાના નામ પર મત માગી રહ્યાં છે.

રંજન ભટ્ટાચાર્ય ખુદની છબિ સાથે જ સીપીઆઈ(એમ)ની મજબૂત વોટબેન્ક પર ભરોસો કરી રહ્યાં છે. ક્ષેત્રમાં 32 ટકા મુસ્લિમ મતદારો છે જેમને ટીએમસી પોતાની માનીને ચાલી રહી છે. મમતા બેનરજીએ જાધવપુરથી 1984માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી સીપીઆઈ(એમ)ના કદાવર નેતા સોમનાથ ચેટરજીને હરાવ્યા હતા. ડાયમંડ હાર્બરમાં મમતા બેનરજીના નામને લીધે અભિષેક બેનરજીની સ્થિતિ મજબૂત છે. મમતાના ભત્રીજા અભિષેક 2014માં અહીંથી સાંસદ ચૂંટાયા હતા. અહીં 37 ટકા મુસ્લિમ વોટર છે જેના પર ટીએમસી સાથે સીપીઆઈ(એમ)ની પણ નજર છે.

સીપીએમના ડો.ફુઆદ હલીમે મુસ્લિમ વોટ વિભાજિત કર્યા તો નુકસાન અભિષેકને થઈ શકે છે. ડો. હલીમના પિતા હાશિમ અબ્દુલ હલીમ 29 વર્ષ સુધી પ.બંગાળ વિધાનસભાના સ્પીકર રહ્યા જે એક રેકોર્ડ છે. અહીં પણ ત્રિકોણીય મુકાબલો છે. ભાજપના નીલાંજન રોય પણ મેદાને છે મથુરાપુરમાંથી ટીએમસીના ચૌધરી મોહન જાટુઆ સતત ત્રીજીવાર ચૂંટણી મેદાને છે. આઈપીએસ અધિકારી રહેલા જાટુઆ ગત બે ચૂંટણી અહીંથી જીત્યા હતા. મથુરાપુર સાઉથ 24 પરગણા જિલ્લામાં આવે છે. અા એ જિલ્લો છે જ્યાં લેફ્ટને પોતાના લાંબા શાસનકાળમાં પ્રથમ આંચકો લાગ્યો હતો જ્યારે ટીએમસીએ જિલ્લા પરિષદની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. હવે આ ક્ષેત્ર ટીએમસીનો મજબૂત ગઢ મનાય છે. જાટુઆનો મુકાબલો ભાજપના શ્યામાપ્રસાદ હલધર સાથે છે. રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી(આરએસપી)નો ગઢ રહેલા જયનગરમાં ટીએમસી ઉમેદવાર પ્રતિમા મંડળને આ વખતે આરએસપીના સુભાષ નાસ્કર સાથે ભાજપના ડો. અશોક કંડારેનો પડકાર મળી રહ્યો છે.

બંગાળ બે જૂથમાં વહેંચાયું

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી પાડવાની ઘટનાને મમતાએ બંગાળનું અપમાન ગણાવ્યું છે. રાજકીય નિષ્ણાત પ્રો. બિમલ શંકર નંદા કહે છે કે આ ઘટનાની લોકો વચ્ચે ચર્ચા છે પણ તેનાથી વધારે ચર્ચા ચૂંટણી હિંસાની છે જે તમામ હદો વટાવી ચૂકી છે. એક સામાન્ય બંગાળીને પણ લાગે છે કે તેનાથી સંપૂર્ણ બંગાળની છબિ બગડી રહી છે. તે ગુસ્સામાં છે, આ ગુસ્સો કોની વિરુદ્ધ જશે તે કહેવું મુશ્કેલ છે. આ હિંસાએ પહેલીવાર લોકોને પણ બે જૂથમાં વહેંચી દીધા છે.

2014 : બધી ચાર સીટો પર તૃણમૂલ કોંગ્રેસ જીતી હતી.

X
Violence with political violence in Bengal, voters can change, this anger can change

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી