ગ્રાઉન્ડ રિપોર્ટ / ઉત્તરપ્રદેશઃ કાશીમાં મોદીને છોડીને બાકી ઉમેદવારોમાં નં.2ની હોડ

DivyaBhaskar.com

May 16, 2019, 10:54 PM IST
Uttar Pradesh: Excluding Modi in Kashi, the number two wins in the remaining candidates

  • મોદીની એક બેઠકની ચારેય તરફ અસર 
  • ઉ.પ્રદેશની બેઠકોઃ બનારસ, ચંદૌલી, ગાઝીપુર, મિરઝાપુર, રોબર્ટ્સગંજની સ્થિતિ. અહીં 19 મેના રોજ 13 બેઠક પર મતદાન છે. 
     

ધર્મેન્દ્રસિંહ ભદોરિયા, બનારસ (ઉત્તરપ્રદેશ): ‘યાદ’ શબ્દ ઊલટો કરીએ તો થઈ જાય ‘દયા’. ભાજપે યાદ કર્યું એટલે અમે નરેન્દ્ર મોદીના 2014ના ટેકેદાર બન્યા. છેલ્લાં પાંચ વર્ષમાં કાશીમાં સતત વીજળી છે, લાઈટો છે, સફાઈ પણ થઈ છે, રસ્તા પહોળા થયા છે અને ગંગા પણ પહેલાં કરતાં સ્વચ્છ થઈ છે. ઘાટોની સુંદરતા વધી છે. મોદી ફરી આશીર્વાદ લેવા આવશે તો જરૂર આપીશું... કાશીની સાંકડી ગલીમાં નાનકડા ગૈબી સ્થિત મકાનના એક ઓરડામાં બેઠેલા શાસ્ત્રીય ગાયક અને પદ્મભૂષણ પંડિત છન્નુલાલ મિશ્રએ ચૂંટણીની ચર્ચા કરતા ઉપરોક્ત શબ્દો ઉચ્ચાર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીયક્ષેત્ર વારાણસીમાં મિશ્રની વાત અહીંની દરેક વ્યક્તિને લાગેવળગે છે. સાતમા તબક્કામાં વારાણસીની સાથે મિરઝાપુર, ગાઝીપુર, ચંદૌલી, રોબર્ટ્સગંજમાં 19મેએ મતદાન થશે.

બનારસમાં સપામાં 2017માં મેયરની ચૂંટણી લડી ચૂકેલા શાલિની યાદવને ટિકિટ આપી છે. તેમની જાહેરાત પછી સપાએ અપક્ષ ઉમેદવાર તેજબહાદુર યાદવને છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. તેજબહાદુરની ઉમેદવારી રદ કર્યા પછી સપાએ ફરી શાલિની યાદવને ઉમેદવાર બનાવ્યાં હતા. શાલિની યાદવને ગઠબંધનના જોરે જાતીય સમીકરણોથી ચમત્કારની આશા છે. કોંગ્રેસે 2014માં ઉમેદવાર રહેલા અજય રાયને ફરી ઉમેદવાર બનાવ્યા હતા. શરૂઆતમાં પ્રિયંકા ગાંધીના નામની ચર્ચા પછી છેલ્લી ઘડીએ રાયના નામની જાહેરાત થઈ હતી. રાયના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ રોડ શૉ પણ કર્યો છે. અજય રાય કહે છે કે મોદીએ શહેરને ક્યોટો બનાવવાની વાત કરી હતી, પરંતુ ટોટો (ઈલેક્ટ્રોનિક રિક્ષા) બનાવી દીધું છે. વિશ્વનાથ મંદિરની આસપાસનાં મંદિરો હટાવાયાં છે. બનારસની ઓળખસમી ગલીઓને ખતમ કરી નાંખી છે.

મને ગઈ વખત કરતાં ઓછામાં ઓછા ચાર ગણા મત મળશે. 2014માં રાયને 75 હજાર મત મળ્યા હતા. ચંદૌલીમાં ત્રિપાંખિયો મુકાબલો છે. આ બેઠક પર બનારસની પણ અસર દેખાય છે કારણ કે બનારસ જિલ્લાની અજગરા અને શિવપુર વિધાનસભા બેઠક આ લોકસભા મતવિસ્તારમાં આવે છે. હાલના સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેની છેલ્લી ઘડીએ ઉમેદવારી જાહેર કરાઈ છે. પાંડેનો મુકાબલો મહાગઠબંધન તરફથી સપા ઉમેદવાર સંજયસિંહ ચૌહાણ સામે છે. ચૌહાણ જનવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, પરંતુ અહીં સપાની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસ તરફથી અહીં ગઠબંધન હેઠળ જન અધિકાર પાર્ટીના બાબુરામ કુશવાહાની પત્ની શિવકન્યા કુશવાહા મેદાનમાં છે. ચંદૌલીમાં કુશવાહા ગઠબંધનથી વધુ ભાજપને નુકસાન પહોંચાડશે એવું લાગી રહ્યું છે. 1.1 લાખ બ્રાહ્મણ મત ધરાવતી બેઠક પર પાંડે ત્રિપાંખિયા મુકાબલામાં ફસાયેલા દેખાય છે. વીર શહીદોની ધરતી ગાઝીપુરમાં નજીકનો મુકાબલો વિકાસ વિરુદ્ધ બાહુબલ-જાતિવાદમાં ફેરવાઈ ગયો છે. અહીં કેન્દ્રિય મંત્રી મનોજ સિંહા પોતાનાં વિકાસ કાર્યોના દમ પર સપા-બસપા ગઠબંધનના બાહુબલી ઉમેદવાર અફઝાલ અન્સારી સામે ઝઝૂમી રહ્યા છે.

મિરઝાપુરમાં પણ ત્રિપાંખિયો જંગ છે. અહીં અપના દળ (એસ)ના અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી અનુપ્રિયા પટેલ ચૂંટણી લડી રહ્યાં છે. તેમને કોંગ્રેસના લલિતેશપતિ ત્રિપાઠી અને સપાના રામચરિત્ર નિષાદે પડકાર્યા છે. નિષાદ મછલીનગર બેઠક પરથી ભાજપ સાંસદ હતા, ટિકિટ ન મળવાથી તેઓ જૂથ બદલીને સપામાં આવી ગયા. સપાએ પણ તેમના માટે પોતાના પહેલા જાહેર કરેલા ઉમેદવાર રાજેન્દ્ર બિંદને બદલી નાંખ્યા. લલિતેશપતિ ત્રિપાઠી કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલાપતિ ત્રિપાઠીના પૌત્ર છે. અનુપ્રિયા પટેલને બ્રાહ્મણ વિરોધી છબિ અને રાજભર મતો પર પકડ ધરાવતી સુહેલદેવ સમાજ પાર્ટી દ્વારા મિરઝાપુરમાં કોંગ્રેસ ઉમેદવારના સમર્થનની જાહેરાતનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે અનુપ્રિયા પટેલનાં માતા કૃષ્ણા પટેલ અને બહેન પલ્લવી પટેલ કોંગ્રેસના પક્ષમાં પ્રચાર કરી રહ્યાં છે. ત્રિપાંખિયા જંગમાં 38 વર્ષીય અનુપ્રિયા પટેલ આગળ દેખાય છે. રોબર્ટ્સગંજમાં અપના દળ, સપા અને કોંગ્રેસ ત્રણેય પક્ષના ઉમેદવાર પાડોશી મિરઝાપુર જિલ્લાના છે. 2014માં અહીં ભાજપના છોટેલાલ જીત્યા હતા.

મોદીની જીતના અંતર પર ચર્ચા

કાશીમાં ચર્ચા હવે ફક્ત એ વાતની છે કે, જીતનું અંતર 2014થી ઓછું હશે કે વધારે? સપા અને કોંગ્રેસમાં નંબર-2ની હોડ છે. બંને ઉમેદવાર પણ સારી રીતે લડવાની વાત કરી રહ્યા છે, પરંતુ બેમાંથી કોઈ જીતવાનો દાવો નથી કરતા. અહીં કુલ 25 ઉમેદવાર મેદાનમાં છે. પૂર્વાંચલમાં જાતીવાદી ગણિત મહત્ત્વનું હોવા છતાં મોદી પર તેની અસર નથી. સપા-બસપાથી વધુ ભાજપ અને કોંગ્રેસે અહીં પાંચેક બેઠક જીતવા જુદા-જુદા પક્ષો સાથે ગઠબંધન કર્યું છે.

2014 : મિર્ઝાપુરમાં અપનાદલ. બાકી ભાજપ જીત્યો

X
Uttar Pradesh: Excluding Modi in Kashi, the number two wins in the remaining candidates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી