ભારતયાત્રા ગ્રાઉન્ડ રિપોર્ટ / યુપીમાં 30 બેઠક પર ત્રિકોણીય સંઘર્ષ, બંગાળ-ઓડિશામાં ભાજપને નવી આશા

Triangle In Up 30 Seat BJP new hope in Bengal-Odisha

 

  • 533 બેઠકનું ગણિત સમજાવ્યા બાદ આજે ભારતયાત્રીઓને પ્રશ્ન : કોણ જીતશે 2019?

divyabhaskar.com

May 17, 2019, 11:57 PM IST

ઈલેકશન ડેસ્ક : 17મી લોકસભા માટે થઇ રહેલી ચૂંટણી વચ્ચે દેશનો ટ્રેન્ડ જાણવા માટે ભાસ્કરે ‘ભારત યાત્રા’ શરૂ કરી હતી. 10 રિપોર્ટરે દેશના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ખૂણામાંથી 21,855 કિ.મી.થી વધુ પ્રવાસ કર્યો અને દેશની 533 બેઠકની સ્થિતિ જાણી. ત્યાં તેમણે શું જોયું? શું અનુભવ્યું? ક્યાં કોની હવા ચાલી રહી છે? કયા મુદ્દા કામ કરી રહ્યા છે? ગઠબંધનનું સમીકરણ શું છે અને કોણ ભારે પડી રહ્યું છે? આ સવાલોના જવાબ આપવા ભાસ્કરે ભોપાલમાં ભારતયાત્રીઓ સાથે વિમર્શ કાર્યક્રમનું આયોજન કર્યું. કાર્યક્રમમાં જાણીતા લોકોએ ભાગ લીધો. અઢી કલાક ચાલેલા કાર્યક્રમ દરમિયાન સભાગૃહમાં હાજર લોકોમાં લોકસભા ચૂંટણી અંગે ખૂબ જિજ્ઞાસા દેખાઇ. જાણો ભારતયાત્રીઓને લોકોએ શું સવાલ કર્યા? વાંચો દેશનો મિજાજ ભારતયાત્રીઓના શબ્દોમાં.

પ્રબુદ્ધજનોના સૌથી વધુ સવાલો રોજગારી, રાફેલ, ખેડૂત, ધ્રુવીકરણ, કાશ્મીર અને પુલવામા જેવા મુદ્દા પર

ઉત્તર પ્રદેશ : કોંગ્રેસની માત્ર લોકસભા નહીં, 2022ની વિધાનસભા પર નજર
ચૂંટણીના તબક્કા વીતતા ગયા તેમ-તેમ વોટ ટ્રાન્સફરનો ટ્રેન્ડ પણ દેખાયો. પ્રિયંકાના આવવાથી કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહિત છે. અંદાજે 30થી વધુ બેઠક પર કોંગ્રેસે સમીકરણ ત્રિકોણીય બનાવી દીધા છે. બનારસમાં મોદી જ સૌથી મોટો મુદ્દો છે. રામપુરમાં મુસ્લિમ મતદારો વધુ છે. ભાજપ પાસે મજબૂત ઉમેદવાર નહોતા તો જયા પ્રદાને ઉતારવા પડ્યા. આઝમ ખાનનું પલ્લું ભારે રહી શકે છે. કોંગ્રેસ યુપીમાં 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં છે.

બિહાર-ઝારખંડ: મહાગઠબંધનનું ગણિત બગડ્યું, તેલંગાણામાં કેસીઆરની ચમક
બિહારમાં ગઠબંધનનું ગણિત બગડતું દેખાઇ રહ્યું છે. નવા ઉમેદવારો હોવાથી 10 બેઠકો પર તેનો દાવો નબળો પડી રહ્યો છે. બિહારમાં જાતિ ફેક્ટર મોટું છે. બેગુસરાયમાં નેક ટૂ નેક ફાઇટ છે, પરંતુ ત્યાંના મતદારોને કન્હૈયાકુમારનો સીધો સવાલ છે- પહેલાં પોતાની જાતિના 30 ટકા વોટર લઇને આવો. તેલંગાણામાં ભાજપની ચર્ચા નથી. કેસીઆરે ભાજપના હિન્દુત્વ કે રાષ્ટ્રવાદ જેવા મુદ્દા માટે જગ્યા જ નથી છોડી.

ઉત્તર: પુલવામા મોટો મુદ્દો પણ ત્યાં 320 બૂથ પર વોટ જ નથી પડ્યા
જે પુલવામા આતંકી હુમલાના નામ પર દેશનો માહોલ બદલાઇ ગયો છે ત્યાં 320 બૂથ પર એકેય વોટ નથી પડ્યો. કાશ્મીર ખીણ અને જમ્મુનો માહોલ કાયમની જેમ જુદો-જુદો દેખાયો. જમ્મુ અને કાશ્મીર બન્ને જગ્યાએ કલમ 370 મુદ્દો છે. આ મુદ્દે લોકો બોલી પણ રહ્યા છે. આ જ એક એવો મુદ્દો છે કે જે અંગે જમ્મુ અને કાશ્મીરના લોકો એકમત નથી. જમ્મુને રેફ્યૂજી શહેર કહે છે. જે કાશ્મીરનું અર્થતંત્ર પર્યટન પર ટકેલું છે તે અર્થતંત્ર આ ચૂંટણીમાં કોઇ ફેક્ટર નથી. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહને પડકાર મળી રહ્યો છે. તેમના માટે મુશ્કેલીઓ ઓછી નથી. રાજ્યમાં નવી લીડરશિપ ડેવલપ થઇ રહી છે. મહેબૂબાએ તેમના પુત્રને આગળ કર્યો છે.

દક્ષિણ: જગન દક્ષિણમાં નવી તાકાત, રાહુલની 30 બેઠકો પર અસર
તામિલનાડુમાં સ્ટાલિન, આંધ્રમાં જગનનો જલવો, રાહુલ વાયનાડ જતા કર્ણાટક, કેરળ અને આંધ્રની 30 બેઠકો પર અસર જોવા મળશે. સાઉથમાં વોટર ફેસ વેલ્યુ પર ફોકસ વધું છે. ત્યાં લાગેલા પોસ્ટરોથી તેનો ટ્રેન્ડ દેખાય છે. અન્નાદ્રમુક સમક્ષ નેતાનું સંકટ છે. તેથી તેના પોસ્ટરોમાં જયલલિતાનો મોટો ફોટો નજરે ચઢે છે. દ્રમુક આ મામલે ભારે દેખાય છે. તેના પોસ્ટરોમાં સ્ટાલિન છવાયેલા છે. દક્ષિણના લોકોની વિચારધારા બિલકુલ અલગ છે. રાષ્ટ્રવાદ, એર સ્ટ્રાઇક, સબરીમાલા અહીં મુદ્દો નથી. આંધ્ર પ્રદેશમાં જગને 10 હજાર કિમીની પગપાળા યાત્રા કરી લોકોને આકર્ષ્યા છે. જગન અહીં અન્ય પક્ષો પર ભારે પડી રહ્યા છે.

પૂર્વ: પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ પર ભાજપની આશાઓ ટકી
પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ સહિત પૂર્વોત્તર રાજ્ય બંગાળમાં ટીએમસીના કિલામાં ગાબડુ પાડવું સરળ નથી. ડાબેરીઓ પણ અહીં સત્તારુઢ હતા. ત્યારે પણ હિંસા વિના અહીં ચૂંટણી યોજવી સંભવ નહતું. અત્યારે પણ એ જ ટ્રેન્ડ છે. દરેક બૂથ પર ટીએમસી બહુ મજબૂત દેખાય છે. તેમ છતાં ભાજપને બેઠકોનો ફાયદા દેખાય છે. કારણ એ છે કે તેની પાસે બંગાળમાં ગુમાવવાનું કાં નથી. આસામમાં રાફેલ ,રાષ્ટ્રવાદ જેવા મુદ્દાની કોઇ અસર નથી. આસામ પ્રદેશ કોંગ્રેસની ઓફિસની બહાર રાફેલનું મોડેલ લાગેલું છે. પરંતુ અહીં મુદ્દો સિટિઝન સંશોધન બિલ મોટો મુદ્દો છે. રાફેલને લઇ કોંગ્રેસે રોડ શો કર્યું, છતાં તેની અહીં કોઇ અસર દેખાતી નથી.

પશ્ચિમ: મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં ખેડૂત લોનમાફી અને ન્યાય મોટો મુદ્દો
ગુજરાતી જણતા મોદી કંઇ પણ કરી શકે છે. ગુજરાતમાં મોદી ફેક્ટર સૌથી અસરકારક છે. મધ્યપ્રદેશના છિંદવાડામાં મોદીથી વધુ કમલનાથની ચર્ચા છે. બાળકો પણ ભરોસો કરે છે. મપ્રની હોટ સીટ ભોપાલમાં સાધ્વી પ્રજ્ઞા માટે બહારથી સમર્થકો આવ્યા હતા. ભોપાલની એક લો ઇન્સ્ટીટ્યૂટમાં જઇ સ્ટૂડન્ટ્સથી વાત કરી તો યુવા વોટર્સનો મૂડ સમજાયો. તેમાંથી 50 ટકા માને છે કે મોદી ફેક્ટર પ્રભાવી છે. મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડામાં ખેડૂતો પીડિત છે અને ગુસ્સામાં છે. તેથી ભાજપ શિવસેનાને નુકસાન થતું દેખાય છે. રાજસ્થાનમાં મોદીની સાથે-સાથે અશોક ગહેલોતની પણ આ ચૂંટણીમાં પરીક્ષા છે.

X
Triangle In Up 30 Seat BJP new hope in Bengal-Odisha
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી