ભાજપ / મોદીની પહેલી ‘પ્રેસ’ નહીં પણ ‘શાૅ’ કોન્ફરન્સ, પત્રકારોએ મોદીને પુછ્યુંને શાહે જવાબ આપ્યા

Narendra MOdi First Press Conference in his 5 Year

 • પ્રચાર ખત્મ, મોદીએ 50 દિવસમાં 144, રાહુલે 67 દિવસમાં 125 રેલી કરી
 • 12 મિનિટ બોલ્યા, જવાબ શાહે આપ્યા, દાવો- હું જ ફરી આવીશ
 • રાહુલની પણ કોન્ફરન્સ, કહ્યું- ભાજપ ગોડના લવર્સ નહીં, ગોડસેના લવર્સ
 • 8 રાજ્યોની 59 બેઠકો પર કાલે વોટિંગ, 2014માં ભાજપે અહિંયાં 41 બેઠકો જીતી

DivyaBhaskar.com

May 18, 2019, 01:27 AM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન તરીકે 5 વર્ષમાં પહેલી વખત નરેન્દ્ર મોદી પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સામે બેઠા. તેમણે 12 મિનિટ સુધી પત્રકારોને સંબોધન કર્યું. પરંતુ કોઈ સવાલનો જવાબ આપ્યો નહીં. શેડ્યુલ મુજબ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવાના હતા, પરંતુ મોદી અનપેક્ષિતરૂપે ત્યાં પહોંચી ગયા. મંચ પરથી જાહેરાત કરાઈ કે પીએણ મોદીની હાજરી છતાં સવાલોના જવાબ પક્ષપ્રમુખ અમિત શાહ જ આપશે. દરમિયાન અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપને 300થી વધુ બેઠકો મળશે. પીએમ મોદીની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા ટ્વીટ કરી કે, ‘અભિનંદન મોદીજી, શાનદાર પ્રેસ કોન્ફરન્સ. તમે પગલું ઉઠાવ્યું. કદાચ આગામી વખતે અમિત શાહ તમને કેટલાક સવાલોના જવાબ આપવા દેશે.’

લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ ઐતિહાસિક રહ્યો. જે છેલ્લા પાંચ વર્ષમાં ક્યારેય જોવા ન મળ્યું, તે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે દેખાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે 5 વર્ષમાં પહેલી વખત પક્ષના મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી. જોકે, નરેન્દ્ર મોદીએ કોઈપણ પત્રકારના સવાલનો જવાબ આપ્યો નહીં. તેમણે કહ્યું કે બધા સવાલોના જવાબ ભાજપ અધ્યક્ષ અમિત શાહ આપશે.

આ ત્રણ સવાલ મોદીને પણ જવાબ શાહે આપ્યા

સવાલઃ પ્રજ્ઞા ચૂંટણી જીતે તો પક્ષ તેમનું સ્વાગત કરશે કે બહારનો રસ્તો બતાવશે?

મોદીએ કહ્યું - અમે પક્ષના શિસ્તબદ્ધ સૈનિક છીએ, અમારા ત્યાં અધ્યક્ષ જ બધું હોય છે. ત્યાર પછી શાહે કહ્યું કે 10 દિવસમાં શિસ્ત સમિતિનો રિપોર્ટ આવ્યા પછી કાર્યવાહી થશે. શાહે સ્પષ્ટ કર્યું કે પ્રજ્ઞાને ઉમેદવાર બનાવવા અંગે પક્ષને કોઈ ખેદ નથી. તે નકલી ભગવા આતંકવાદ કેસ વિરુદ્ધ પક્ષનો સત્યાગ્રહ છે.

સવાલઃ વિપક્ષમાં મુલાકાતોના સમયને કેવી રીતે જૂઓ છો?
મોદીએ હાથથી ઈશારો કરી
આ સવાલ અમિત શાહ તરફ વાળી દીધો

સવાલઃ રાહુલે કહ્યું કે મોદી ભાજપમાં પ્રેસ કોન્ફરન્સના મંચ પર છે તો રાફેલ પર જવાબ કેમ નથી આપતા?

શાહે કહ્યું કે દરેક સવાલનો જવાબ પીએમ નહીં આપે. આમ પણ આ બાબતમાં આરોપનો કોઈ આધાર જ નથી.

દેશનો આભાર, ફરી જીતવાનો દાવો

 • હું માનું છું કે કેટલીક બાબતો અમે ગર્વ સાથે દુનિયાને કહી શકીએ છીએ. આ દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે, આ લોકતંત્રની તાકાત દુનિયા સામે લઈ જવાની આપણા બધાની જવાબદારી છે. આપણે વિશ્વને પ્રભાવિત કરવું જોઈએ કે આપણું લોકતંત્ર કેટલી વિવિધતાઓથી ભરેલું છે.’
 • ચૂંટણી શાનદાર રહી, એક સકારાત્મક ભાવથી ચૂંટણી થઈ. પૂર્ણ બહૂમતવાળી સરકાર 5 વર્ષ પૂરા કરી ફરીથી જીતીને આવે તે કદાચ દેશમાં લાંબા સમય પછી થઈ રહ્યું છે.
 • હું ચૂંટણી માટે જે વિચારથી નીકળ્યો તેને જ અનુસર્યો. હું દેશવાસીઓને કહેતો હતો કે 5 વર્ષ મને દેશે જે આશીર્વાદ આપ્યા તેના માટે હું આભાર વ્યક્ત કરવા આવ્યો છું. અનેક ઉતાર ચઢાવ આવ્યા, પરંતુ દેશ સાથે રહ્યો. મારા માટે ચૂંટણી જનતાને ધન્યવાદ આપવાનો અવસર હતો.
 • 15 મેએ છેલ્લી વખત પરિણામ આવ્યું હતું અને 17 મેએ એક દુર્ઘટના થઈ, 17 મેએ સટ્ટાખોરોને મોદીની હાજરીથી મોટું નુકસાન થયું હતું. સટ્ટો લગાવનારા બધા ત્યારે ડૂબી ગયા હતા, પ્રમાણિક્તાની શરૂઆત 17 મેએ થઈ હતી.
 • નવી સરકાર બનાવવાનું જનતાએ નક્કી કરી લીધું છે. અમે સંકલ્પ પત્રમાં દેશને આગળ લઈ જવા માટે અનેક વાતો કરી છે. જેટલું વહેલા શક્ય હશે, તેટલું વહેલા નવી સરકાર પોતાનો કાર્યભાર સંભાળશે. એક પછી એક નિર્ણયો અમે લઈશું.
X
Narendra MOdi First Press Conference in his 5 Year
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી