નવી દિલ્હી / ગોડસે મુદ્દે પ્રજ્ઞા સહિત 3 નેતાને ભાજપની નોટીસ

BJP notice to 3 leaders including Pragnya on Godse issue

DivyaBhaskar.com

May 18, 2019, 12:53 AM IST

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનું પ્રચાર અભિયાન શુક્રવારે સાંજે પૂરું થઈ ગયું. ચૂંટણીના છેલ્લા તબક્કામાં રવિવારે 8 રાજ્યોની 59 બેઠકો પર મતદાન થશે. પ્રચાર પૂરો થતા-થાત સુધીમાં ભાજપના ચાર નેતાઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિરુદ્ધ અને તેમના હત્યારા નથૂરામ ગોડસેની તરફેણમાં ટીપ્પણી કરતાં પક્ષ બેકફૂટ પર આવી ગયો. ડેમેજ કંટ્રોલ માટે શિસ્ત સમિતિએ ભોપાલના ઉમેદવાર પ્રજ્ઞાસિંહ ઠાકુર, કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડે અને કર્ણાટકના સાંસદ નલિનકુમાર કતીલને નોટીસ આપી 10 દિવસમાં જવાબ માગ્યો. બીજીબાજુ, બાપુને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા કહેનારા મધ્યપ્રદેશ ભાજપના મીડિયા સંયોજક અનિલ સૌમિત્રને સસ્પેન્ડ કરી 7 દિવસમાં જવાબ માગ્યો છે.

X
BJP notice to 3 leaders including Pragnya on Godse issue
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી