આખી દુનિયામાં ચૂંટણી ચર્ચા / નેપાળ : મોદી અહીં હિન્દુત્વના સૌથી મોટા નેતા, ભારતની છબિને મજબૂત બનાવી

divyabhaskar.com

May 13, 2019, 11:19 PM IST
Nepal: Modi here is the leader of Hinduism, strengthening India's image

ઈલેકશન ડેસ્ક: નેપાળ વિશ્વનું પ્રથમ હિન્દુ રાષ્ટ્ર છે અને નેપાળીઓની નજરે મોદી હિન્દુત્વના સૌથી મોટા નેતા છે. ભારતની ચૂંટણીપ્રક્રિયા એ દર્શાવે છે કે અહીં લોકતંત્રનાં મૂળ કેટલાં ઊંડાં છે. આ જ ભારતની સુંદરતા પણ છે જ્યાં ગત 72 વર્ષોથી વોટ જ સત્તાપરિવર્તનનું એકમાત્ર હથિયાર છે.

સામાન્ય ભારતીયો જ પોતાની આ તાકાતનો વિવેકપૂર્વક ઉપયોગ કરે છે જેના પર કોઈ સવાલ ઊભો ના કરી શકે. ભારતના નજીકના પાડોશી હોવા અને એકબીજા પર બંને દેશોની નિર્ભરતાને લીધે નેપાળના લોકોમાં નવી સરકાર પ્રત્યે ભારે ઉત્સુકતા છે.


ભારતમાં લોકતંત્રની મજબૂતીની અસર આજુબાજુના દેશોમાં દેખાય છે. અહીંના મીડિયામાં પણ ભારતની ચૂંટણી છવાયેલી છે. પીએમ મોદીના કાર્યકાળને નેપાળના લોકો સંતોષજનક માને છે. તેના અનેક કારણો પણ છે. કેમ કે મોદીના કાર્યકાળમાં બંને દેશોના સંબંધોમાં અનેક રંગ દેખાયા. ગત 5 વર્ષમાં બિહાર સહિત દેશનાં અન્ય રાજ્યોમાં આધારભૂત સંરચનાઓનું ઝડપી વિસ્તરણ થયું છે. ભારત અને નેપાળ વચ્ચે માર્ગ, રેલવે અને એર કનેક્ટિવિટી સુધરી છે.

જેની અસર બંને દેશો વચ્ચે પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ પર દેખાઈ રહી છે. નેપાળમાં પણ લોકતાંત્રિક સંસ્થાઓ મજબૂત થઈ છે. અહીં ભારતની જેમ ત્રિસ્તરીય શાસન વ્યવસ્થા લાગુ થઈ છે જે સંપૂર્ણપણે રિઝન માટે શુભ સંકેત છે.


5 વર્ષ પહેલાં બહુમતી સાથે સત્તામાં આવેલા મોદી પર લોકોની અપેક્ષા આજે પણ કાયમ છે. પોતાના મજબૂત અને જાદુઈ નેતૃત્વના જોરે આ ચૂંટણીમાં મોદી પોતાના વિરોધીઓ પર ભારે પડી રહ્યા છે. ભારતમાં ચૂંટણી હવે અંતિમ તબક્કામાં છે ત્યારે નેપાળની નજરો તેનાં પરિણામો પર ટકી છે. ભારતીય મૂળના લોકો માને છે કે મોદીએ 5 વર્ષમાં ભારતની નવી છબિ સ્થાપિત કરી છે.

પીએમ પદ સંભાળ્યા પછી મોદીએ નેપાળ સહિત આ ક્ષેત્રના લોકોમાં આશા જગાવી હતી. લોકોને આશા બંધાવી કે મોદી ફરી આવ્યા પછી આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાશે.રાજેશ સિંહ નેપાળ સરકારના વરિષ્ઠ અધિકારી રહ્યા છે.

X
Nepal: Modi here is the leader of Hinduism, strengthening India's image
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી