ચૂંટણીના કિસ્સા / નેહરુજી પાસે સ્પષ્ટતા કરવા પહોંચ્યાં હતાં રાજમાતા, પરંતુ ચૂંટણી લડવી પડી

Nehru came to clarify the rajmata, but contested the election

divyabhaskar.com

May 12, 2019, 11:10 PM IST

ઈલેકશન ડેસ્ક : જુના ગ્વાલિયર રાજ્યમાં 8 લોકસભા અને 60 વિધાનસભા બેઠક હતી. ગ્વાલિયરના પૂર્વ મહારાજા જિવાજીરાવ સમય સમયે-સમયે કોંગ્રેસની કાર્યપ્રણાલી પર ટિપ્પણી કરતા રહેતા હતા. આ વાત દિલ્હીમાં હાઇકમાન્ડ સુધી પહોંચી. આ સમય દરમિયાન કેટલાક અખબારમાં જીવાજીરાજ દ્વારા હિન્દુ મહાસભાની આર્થિક મદદના સમાચાર છપાયા હતા. રાજમાતા વિજયારાજે સિંધિયાએ તેમની આત્મકથા “રાજપથાથી લોકપથ પર’ લખ્યું છે કે, ત્યાર બાદ તેના પરિવારને ચેતાવણી મળવા લાગી.

શુભચિંતકોએ વિજયરાજને સલાહ આપી કે, જવાહરલાલ નેહરૂને મળીને સાચી વાત બતાવવી જોઈએ. વિજયરાજે દિલ્હી પહોંચી અને નહેરૂને જણાવ્યું કે, મારા પતિને રાજકારણમાં રસ નથી. આપની પાસે જે સમાચાર પહોંચ્યાં છે તે નિરાધાર અને ખોટા છે. જીવાજીરાવ ક્યારેય કોંગ્રેસનો વિરોધ નહીં કરે. નેહરૂએ જણાવ્યું કે, માની લઇએ કે, તે કોંગ્રેસનો વિરોધ નહીં કરે. તો તેનાથી એવું પુરવાર નથી થતું કે તે અમારી સાથે છે.

તેથી આપ ઇંદિરા, ગોવિંદ વલ્લભ પંત અને લાલબહાદુરને આ વાત જણાવો. વિજયારાજે આખી ઘટના સમજાવી. તો તેમણે જણાવ્યું કે, આપ જીવાજીરાવને કહો કે તે કોંગ્રેસની ટિકિટ પર ગુનાથી લોકસભાની ચૂંટણી લડે.વિજયારાજે વારંવાર કહ્યું કે, જીવાજીરાવની રાજકારણમાં રૂચિ નથી. તો તેમણે કહ્યું કે, આપ ચૂંટણી લડો. આ બાદ વિજયારાજે લખ્યું કે, ચૂંટણી ન લડવાથી તે લોકોનો ગુસ્સોનો ભોગ બનવું પડશે. આ કારણથી મેં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો.

ગુના બેઠક પર તેનો મુકાબલો હિન્દુ મહાસભાના અધ્યક્ષ પ્રાવિધ દેશપાંડે સામે હતો. ગ્વાલિયરમાં મહાસભાની સારી પકડ હતી. તેમની જીતવાની પણ પૂરી સંભાવના હતી. જો કે વિજયારાજની ચૂંટણી લડ્યાં વાત સામે આવી તો લોકોએ હિન્દુ મહાસભાનો સાથ છોડી દીધો. આ ચૂંટણીમાં વિજયારાજે દેશપાંડેને હરાવ્યાં. ગ્વાલિયરની અન્ય બે બેઠક પર હિન્દુ મહાસભાની જીત થઈ હતી. આ મુદ્દે વિજયારાજે જણાવ્યું કે, જો કોંગ્રેસની ટિકિટ પર આ ચૂંટણી હું નહીં લડત તો આ બેઠક પણ હિન્દુ મહાસભાના ખાતામાં જ જાત.

X
Nehru came to clarify the rajmata, but contested the election
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી