ઇલેક્શન એનાલિસિસ / મોદીએ ટીવી પર 722 કલાક, રાહુલ ગાંધીએ માત્ર 251 કલાક વિતાવ્યા

11 હિન્દી ચેનલો પર મળેલો સમય: બનારસમાં મોદીના રોડ શોને સાડા ત્રણ કલાક સુધી દર્શાવાયો
11 હિન્દી ચેનલો પર મળેલો સમય: બનારસમાં મોદીના રોડ શોને સાડા ત્રણ કલાક સુધી દર્શાવાયો
Modi spent 722 hours on TV, Rahul Gandhi spent only 251 hours
Modi spent 722 hours on TV, Rahul Gandhi spent only 251 hours
Modi spent 722 hours on TV, Rahul Gandhi spent only 251 hours
Modi spent 722 hours on TV, Rahul Gandhi spent only 251 hours

divyabhaskar.com

May 12, 2019, 11:56 PM IST

ઈલેકશન ડેસ્ક : લોકસભાના આ કટોકટ ચૂંટણી જંગમાં વડાપ્રધાન મોદીને ટીવી પર સૌથી વધુ એરટામ મળ્યો. તેમણે 722 કલાક ટીવી પર વિતાવ્યા. રાહુલ ગાંધીને 251 કલાકનો સમય ટીવી પર મળ્યો. વડાપ્રધાને 1થી 28 એપ્રિલ વચ્ચે દેશભરમાં 64 રેલીઓ કરી. આ ચાર સપ્તાહમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 65 રેલીઓને સંબેધિત કરી. દેશની ટોપની 11 હિન્દી સમાચાર ચેનલો પર વડાપ્રધાન મોદીની હાજરી રાહુલની તુલનામાં બહુ વધારે હતી.

બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીઆરસી)ના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદીને સમાચાર ચેનલોએ કુલ 722:25:45 કલાકનો સમય આપ્યો. રાહુલે પીએમ કરતા એક રેલી વધુ કરી પરંતુ તેમને ટીવી પર સમય ઓછો મળ્યો. રાહુલને આ ગાળામાં 251:36:43 કલાકનો સમય મળ્યો. ભાજપ પ્રમુખ અમિત શાહને 123:39:45 કલાકનો સમય મળ્યો. જ્યારે કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાને 84:20:05 કલાકનો સમય મળ્યો.

વડાપ્રધાનને એટલા માટે વધુ સમય મળ્યો, કારણ કે તેમને દેખાડવાથી ટીવી ચેનલોને સારી ટીઆરપી મળે છે. વિશ્લેષકો કહે છે કે અે જણાવવું મુશ્કેલ છે, છતાં મોદીને વિશેષ દરજ્જો તો મળે જ છે. 25 એપ્રિલે વારણસીમાં ઉમેદવારી નોંધવાના એક દિવસ પહેલાં વડાપ્રધાનના રોડ શોને સાડા ત્રણ કલાક સુધી ચેનલોએ લાઇવ દર્શાવ્યું. તેમનો ઇન્ટરવ્યૂ પણ બહુ લાંબો રહ્યો. જ્યારે રાહુલ ગાંધીની સાથે પ્રચાર દરમિયાન વાતચીત માત્ર 25 મિનિટની રહી હતી.

એએનઆઇ માટે અક્ષય કુમાર દ્વ્રારા કરાયેલા વડાપ્રધાનના ઇન્ટરવ્યૂને પણ તમામ ચેનલોએ એક સાથે પ્રસારિત કર્યુ. તેને 1.7 કરોડ લોકોએ જોયું. જો કે લંડનમાં ભારતની વાત હેઠળ પ્રસૂન જોશીના વડાપ્રધાનના ઇન્ટરવ્યૂને 2.5 કરોડ લોકોએ જોયું હતું. તેમ છતાં અક્ષય કુમાર સાથે વાચચીતની સ્ટિકનેસ વધુ રહી એટલે કે તેને લોકોઅે વધુ સમય સુધી જોયું. તેને ઇમ્પ્રેશનથી માપીએ. મોદી-અક્ષયના મામલે એ 52 લાખ અને ભારતની વાતમાં 35 લાખ રહ્યા.

બીઆરસી ડેટાથી પણ જાણવા મળે છે કે પીએમના સ્વતંત્રતા દિવસના ભાષણોને પણ ચેનલોએ બહુ દેખાડ્યા. 2016માં વડાપ્રધાનના ભાષણને 137 ચેનલો પર 11.7 કરોડ, 2017માં 147 ચેનલો પર 10.9 કરોડ અને 2018માં 147 ચેનલો પર 12.1 કરોડ લોકોએ જોયું.

ન્યૂઝલોન્ડ્રીના અભિનંદન શેખરી કહે છેકે સમયની વાત હવે અપ્રાસંગિક છે, પરંતુ ન્યૂઝ ચેનલોએ જે કરવું જોઇએ, તે નથી થઇ રહ્યું. તેઓ કહે છે કે જો આપણે સમયની વાત કરીએ તો કેટલાક અપવાદને છોડી લગભગ તમામ મુખ્ય પક્ષોને સરખો સમય મળી રહ્યો છે. પરંતુ વિપક્ષ સતત હુમલા કરે છે અને તેને બહુ ખરાબ રીતે રજુ કરાય છે. જ્યારે ભાજપ પ્રત્યે બહુ કુણુ અને પક્ષપાત ભર્યુ વલણ હોય છે. જે પત્રકારિતા માટે અપમાનજનક છે.

પીએમને જોવું ચેનલો માટે રેવન્યુ મેળવવાનું કામ પણ કરે છે. વીએઆરસીના ડેટા મુજબ ગત નવેમ્બરથી ભાજપ ટીવી પર સૌથી વધુ જાહેરાત આપનાર પક્ષ બની ગયો છે. તેણે એક પામ મસાલાની જગ્યા લઇ લીધી છે. ત્યાર પછી નેટફ્લિક્સ અને ટ્રિવાગો છે.

X
11 હિન્દી ચેનલો પર મળેલો સમય: બનારસમાં મોદીના રોડ શોને સાડા ત્રણ કલાક સુધી દર્શાવાયો11 હિન્દી ચેનલો પર મળેલો સમય: બનારસમાં મોદીના રોડ શોને સાડા ત્રણ કલાક સુધી દર્શાવાયો
Modi spent 722 hours on TV, Rahul Gandhi spent only 251 hours
Modi spent 722 hours on TV, Rahul Gandhi spent only 251 hours
Modi spent 722 hours on TV, Rahul Gandhi spent only 251 hours
Modi spent 722 hours on TV, Rahul Gandhi spent only 251 hours
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી