નિવેદન / મોદીએ રાજકીય લાભ માટે પત્ની છોડી, બીજાની પત્ની-બહેનોનું સન્માન ના કરી શકેઃ માયાવતી

Mayavati Give a statement of Modi Allvar Case Statement

  • અલવર સામૂહિક દુષ્કર્મ કેસ પર મોદીની ટિપ્પણી પછી બસપા વડાનું નિવેદન 

DivyaBhaskar.com

May 14, 2019, 12:07 AM IST

લખનઉઃ અલવર સામૂહિક દુષ્કર્મને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી ટિપ્પણીના જવાબમાં બસપા પ્રમુખ માયાવતીએ સોમવારે તેમના પર અંગત હુમલો કર્યો હતો. માયાવતીએ કહ્યું હતું કે, મોદી પહેલા અલવર સામૂહિક દુષ્કર્મ મુદ્દે ચૂપ રહ્યા, પરંતુ હવે ચૂંટણીનો લાભ લેવા ગંદુ રાજકારણ ખેલી રહ્યા છે. તેમણે રાજકીય લાભ માટે પત્ની પણ છોડી દીધી છે, તો તેઓ બીજાની પત્ની-બહેનોનું સન્માન કેવી રીતે કરી શકે. મને તો એવી પણ ખબર પડી છે કે, ભાજપમાં વિવાહિત મહિલાઓ પોતાના પતિઓને મોદી નજીક જતા જોઈને ગભરાય છે કે, ક્યાંક મોદી એ બધી મહિલાઓને પણ તેમના પતિથી અલગ ના કરાવી દે. અલવર ઘટના મુદ્દે તેઓ મગરનાં આંસુ વહાવી રહ્યા છે.

માયાવતીના આ નિવેદનની ટીકા કરતા ભાજપ નેતા અરુણ જેટલીએ કહ્યું હતું કે માયાવતી જાહેર જીવન માટે બિલકુલ અયોગ્ય છે. માયાવતીને વડાંપ્રધાન બનવું છે. તેમની રાજકીય નૈતિકતા અત્યંત નિમ્ન સ્તરે પહોંચી ગઈ છે. તેઓ જાહેર જીવન માટે સંપૂર્ણ રીતે ‘અનફિટ’ સાબિત થઈ ગયા છે. આ ઉપરાંત ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, ચૂંટણી પૂરી થતાં થતાં માયાવતી હતાશ થઈ ગયાં હોવાથી આવા નિવેદનો કરી રહ્યાં છે.

X
Mayavati Give a statement of Modi Allvar Case Statement

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી