આખી દુનિયામાં ચૂંટણી ચર્ચા / કુવૈત : એનઆરઆઈનો એક જ સવાલ- તેમને વોટ આપવાનો અધિકાર છેવટે કોણ આપશે?

divyabhaskar.com

May 13, 2019, 11:15 PM IST
Kuwait: Only one question of NRI - who will ultimately give him the right to vote?

ઈલેકશન ડેસ્ક : ભારતમાં ચાલી રહેલી દુનિયાની સૌથી વિશાળ ચૂંટણીપ્રક્રિયાને લઈને કુવૈત પણ એટલું જ ઉત્સુક છે જેટલું બાકી દુનિયા. કુવૈતમાં ભારતીય મૂળના કાન સ્વદેનથી આવતા દરેક સમાચાર પર લાગેલા રહે છે. અહીં ટીવી અને અખબારોમાં ભારતીય ચૂંટણીનું કવરેજ ભલે જ ઓછું હોય પણ સોશિયલ મીડિયા તેમને દરરોજ અપડેટ કરે છે. ભારત દુનિયાની સૌથી ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા પૈકી એક છે. કુવૈતમાં હાજર ભારતવંશી પણ ઝડપથી પ્રગતિ કરતી આ અર્થવ્યવસ્થાના સૌથી મહત્ત્વના ભાગ છે.

બીજા દેશોની જેમ અહીં પણ ભાજપ અને કોંગ્રેસ સાથે સંકળાયેલા સંગઠનો એનઆરઆઈને સોશિયલ મીડિયા કેમ્પેનિંગથી આકર્ષવામાં લાગેલા છે. જોકે 5 વર્ષના વિકાસ પર સવાલ યથાવત્ છે. જોકે અહીં રેલીઓ કાઢવાની તંત્ર મંજૂરી નથી આપતું. એવામાં બીજા દેશોમાં બંને પક્ષો માટે જેવી કાર રેલીઓ યોજાઈ રહી છે એવી ના તો કુવૈતમાં દેખાય છે, ના તો દુબઈમાં.

જાન્યુઆરીમાં યુએઇમાં રાહુલ ગાંધીના પ્રવાસને લઈને અહીં જોરદાર ઉત્સુકતા જોવા મળી હતી. ત્યારે ખલીજ ટાઈમ્સે રાહુલ માટે લખ્યું હતું કે અ રોકસ્ટાર પોલિટિશિયન વિથ ડ્રિમ્સ ઓફ અ ન્યુ ઈન્ડિયા. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલ કાર્યક્રમને જોવા મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી.

કુવૈતમાં જો ભારતીયોને તેમના પસંદગીના નેતા વિશે પૂછવામાં આવે તો જવાબ આપતા પહેલાં તેમની એક ફરિયાદ સામે આવશે.લોકો કહે છે કે ફિલિપાઇન્સ જેવા નાના દેશ પણ વિદેશોમાં રહેતા તેના નાગરિકોને મતદાનનો અધિકાર આપે છે પણ ભારતના મામલે એવું નથી.

સૌથી વિશાળ ચૂંટણી પ્રક્રિયામાં એક હિસ્સો એનઆરઆઈનો પણ હોવો જોઇએ. તે જે દેશમાં છે તે ત્યાંના ઈન્ડિયન હાઈકમિશનમાં જઈને પોતાનો વોટ આપી શકે. જો મોદી લહેરની વાત કરીએ તો કદાચ 2014 જેવો ક્રેઝ આ વખતે ભારતવંશીઓમાં દેખાતો નથી. પણ તે ગત પ્રદર્શનનું પુનરાવર્તન કરી જાય તો તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી.

રાહુલ આ મામલે થોડા નબળા દેખાય છે. વડાપ્રધાન પદ સુધી પહોંચતાં પહેલાં તેમની સામે પ્રાદેશિક પક્ષોનો વિશ્વાસ જીતવાનો પડકાર હશે. હાલ તો કુવૈત ઈચ્છે છે કે ભારતમાં એક મજબૂત સરકાર બને. જે એશિયામાં શાંતિના સ્થાયીત્વને યથાવત્ રાખે.

X
Kuwait: Only one question of NRI - who will ultimately give him the right to vote?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી