લોકસભા / છેલ્લા તબક્કામાં સવારે 5.30થી વોટિંગની માંગણી ફગાવાઈ

In the last phase, the demand for voting was rejected from 5.30 am

DivyaBhaskar.com

May 14, 2019, 12:37 AM IST

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં સવારે 7 વાગ્યાના સ્થાને 5.30 વાગ્યાથી વોટિંગ શરૂ કરવાની માંગ અંગે કરાયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. 7મા અને છેલ્લા તબક્કાની ચૂંટણી 19મીએ યોજાશે. રોજા રાખતા મુસ્લિમોને ગરમીમાં મુશ્કેલી પડતી હોવાથી મતદાનનો સમય વહેલો કરવાની માંગ કરાઈ હતી. અગાઉ ચૂંટણી પંચ પણ આ માંગણી ફગાવી ચૂક્યું છે. જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને જસ્ટિસ સંજીવ ખન્નાની વેકેશન બેન્ચે કહ્યું કે આવી માંગનો નિર્ણયનો વિશેષાધિકાર માત્ર ચૂંટણીપંચ પાસે છે. ચૂંટણીપંચે જે નક્કી કર્યું છે તે બરાબર છે. બેન્ચે કહ્યું કે મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી છે અને લોકો સવારમાં વોટિંગ કરી શકે છે.

X
In the last phase, the demand for voting was rejected from 5.30 am

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી