1962ની ચૂંટણી કિસ્સો / લોહિયાને આપેલું વચન નેહરુએ જ્યારે ચૂંટણીમાં તોડી દીધું

DivyaBhaskar.com | Updated - Mar 15, 2019, 04:09 PM
Nehru broke the election when promised to Lohia

ઈલેક્શન ડેસ્કઃ યુપીની ફૂલપુર સીટ: અહીં 1962ની ચૂંટણી ઐતિહાસિક રહી. હરિફાઇ બે મિત્રો... જવાહર લાલ નહેરુ અને રામમનોહર લોહિયામાં હતી. લોહિયા ચૂંટણી લડી તો રહ્યા હતા, પરંતુ તેઓ સારી રીતે જાણતા હતા કે જીતશે નહીં... રસપ્રદ વાત એ છે કે નેહરુને જ્યારે ખબર પડી કે લોહિયા તેમની સામે ચૂંટણી લડી રહ્યા છે તો તેમણે લોહિયાને વચન આપ્યું હતું કે તેઓ એક દિવસ પણ પોતાના પ્રચાર ક્ષેત્રમાં જશે નહીં. પરંતુ લોહિયાનો ચૂંટણી પ્રચાર જોઇ નેહરુને પોતાનું વચન તોડવું પડ્યુ હતું. તેમને પ્રચારમાં ઝંપલાવવું પડ્યું હતું. જોકે અંતે વિજ. નેહરુનો જ થયો હતો. વાંચો બંનેના પત્ર..

લોહિયાનો નેહરુને પત્ર

ડિયર પ્રેસિડેન્ટ,
આ ચૂંટણીમાં તમારી જીત નિશ્ચિત છે. પરંતુ આ નિશ્ચિત જીત પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાય અને અંતે તે તમારી હારમાં તબદીલ થશે તો મને બહુ આનંદ થશે. આ આપણા દેશ માટે પણ લાભદાયક થશે.- રામમનોહર લોહિયા

નેહરુનો જવાબ

ડિયર રામ મનોહર,
મને આનંદ છે કે તમારા જેવી વિનમ્ર હસ્તી આ ચૂંટણીમાં મારી સામે છે. હું વચન આપું છું કે એક દિવસ પણ પ્રચાર કરવા નહીં આવું.-તમારો જવાહરલાલ નેહરુ

X
Nehru broke the election when promised to Lohia
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App