ચૂંટણીવ્યુહ / ગઢમાં પડેલાં ગાબડાં પૂરવા માટે ચૂંટણી પહેલાં ભાજપ અપનાવશે મિશન '123'

BJP's 123 mission Before election
X
BJP's 123 mission Before election

  • 2014માં મોદીલહેર છતાં ન જીતી શકાયેલી દેશભરની કુલ 123 લોકસભા બેઠકો જીતવા ભાજપે વિશેષ પ્લાન બનાવ્યો
  •  મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્રમાં બેઠકો ગુમાવવાની સંભાવના સરભર કરવાનું આયોજન
  • પ.બંગાળ, આસામ, ઓડિશાની 77 બેઠકો પૈકી ગત ચૂંટણીમાં ભાજપને ફક્ત 10 જ બેઠકો મળી હતી
  • પસંદ કરેલી 123 બેઠક પર વિસ્તારકો, યુવા મોરચો અત્યારથી કાર્યરતઃ મોદી પણ દરેક બેઠકનો પ્રવાસ કરશે

Divyabhaskar

Feb 15, 2019, 11:33 AM IST

નેશનલ ડેસ્કઃ ગત ચૂંટણીમાં દેશભરમાં મોદીલહેર હોવાથી ભાજપને ઐતિહાસિક બહુમતિ મળી હતી, પરંતુ 2019માં ભાજપ માટે પરિસ્થિતિ મુશ્કેલ છે. ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા ભાજપના પરંપરાગત ગઢ ગુમાવ્યા પછી આ રાજ્યોમાં ભાજપની સફળતા ઝાંખી પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત 2014માં જ્યાં જ્વલંત સફળતા મળી હતી એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને કેટલીક બેઠકો ગુમાવવાનો ભય છે. આથી નુકસાનનો આંકડો સરભર કરવા ભાજપની થિન્ક ટેન્કે 2014ની એવી બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જ્યાં 2014માં ભાજપના પ્રયાસો ટૂંકા પડ્યા હતા. આવી બેઠકોની સંખ્યા 123 હોવાથી ભાજપે તેને 'મિશન 123' નામ આપ્યું છે.

1. ક્યા ગઢમાં ગાબડા પડે તેમ છે?
 2014ની ચૂંટણીમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્રની કુલ 138 બેઠકોમાંથી ભાજપને 111 બેઠકો પર વિજય મળ્યો હતો. આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં પણ 80માંથી 71 બેઠકો મળી હતી.  
આમ, મધ્ય અને પશ્ચિમ ભારતની કુલ 138 અને ઉત્તરપ્રદેશની 80 એટલે કે 218માંથી ભાજપને 182 બેઠક મળી હતી.
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં હાલમાં જ ભાજપે સત્તા ગુમાવી છે. ઉત્તરપ્રદેશમાં સપા+બસપા ગઠબંધન ભાજપ માટે મોટો પડકાર ઊભો કરશે એ નિશ્ચિત છે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધન સાધવું મુશ્કેલ છે અને ગઠબંધન થાય તો પણ ભાજપ પોતાની 23 બેઠકો જાળવી શકે એવું ય હાલ જણાતું નથી. 
4. મધ્ય-પશ્ચિમોત્તરની ખોટ પૂર્વ ભારત ભરપાઈ કરશે?

2014ની ચૂંટણીમાં દેશભરમાં મોદીલહેર હોવા છતાં જે રાજ્યોમાં ભાજપના રથને રોકવામાં આવ્યો હતો તેમાં ઓરિસ્સા અને પ.બંગાળ મુખ્ય હતા.ઓરિસ્સાની 21 બેઠકોમાંથી ભાજપને 1 અને પ.બંગાળની 42 બેઠકોમાંથી ફક્ત 2 બેઠક મળી હતી. 

સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતા પૂર્વોત્તર ભારતના આસામ સહિતના 7 રાજ્યોની કુલ 22 બેઠકોમાંથી ભાજપને ફક્ત 7 બેઠકો મળી હતી. 

આમ, આ 9 રાજ્યોની કુલ 85 બેઠકોમાંથી ભાજપને માત્ર 10 બેઠકો પર સફળતા મળી હતી. 

 

આ વખતે ભાજપે આ 9 રાજ્યોમાં 50 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને એ મુજબની રણનીતિ છેલ્લાં બે વર્ષથી અમલમાં પણ મૂકી દીધી છે. 
 

7. શું છે ભાજપની રણનીતિ?
2014ની ચૂંટણીમાં ભાજપે 428 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જે પૈકી 282 બેઠકો પર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. 
અલગ અલગ 20 રાજ્યોમાં ગુમાવેલી 146 બેઠકો પૈકી 54 બેઠકો પર ભાજપના ઉમેદવાર બીજા સ્થાને રહ્યા હતા. 
ગુમાવેલી બેઠકો પૈકી 69 બેઠકો એવી છે જે પરંપરાગત રીતે ભાજપ માટે અનુકૂળ ગણાતી ન હોવા છતાં છેલ્લાં પાંચ વર્ષમાં અહીં વાતાવરણ પલટાયું છે. 
જો આ 123 બેઠકો પર વિશેષ આયોજન કરવામાં આવે તો અહીં ભાજપ માટે ઉજળી તકો રહેલી છે. 
11. એન્ટી ઈન્કમ્બન્સીઃ જેનાંથી નુકસાન, તેનાંથી જ ફાયદો
ગુજરાત, મહારાષ્ટ્ર ભાજપનો ગઢ છે પરંતુ અહીં ભાજપની સરકાર હોવાથી શાસનવિરોધી લહેરના કારણે કેટલીક બેઠકોનું નુકસાન થઈ શકે છે. 
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ ભાજપની પકડ મજબૂત છે, પરંતુ અહીં લાંબા સમયથી ભાજપનું શાસન હોવાથી વિધાનસભાની ચૂંટણીમાં શાસનવિરોધી લહેરનો સામનો કરવો પડ્યો હતો. આથી ભાજપને પોતાના ગઢમાં બેઠકોની સંખ્યા ઘટવાની આશંકા છે. 
એ જ તર્ક ભાજપે અન્ય રાજ્યોમાં લાગુ કર્યો છે, જ્યાં ભાજપનું શાસન નથી. પ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ઓરિસ્સામાં બીજુ જનતાદળનું શાસન છે. એ બંને પક્ષો સામે શાસનવિરોધી લહેર ઊભી કરીને ભાજપ મહત્તમ ફાયદો અંકે કરવા માગે છે, જેથી પરંપરાગત રીતે પોતાના ગઢ ગણાતા રાજ્યોમાં થનારું નુકસાન સરભર કરી શકાય. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી