કેમ કે દરેક મત કીમતી / ગીરના જંગલમાં એક જ માણસ, તેના માટે પણ પોલિંગ બૂથ

divyabhaskar.com | Updated - Mar 15, 2019, 11:40 PM
હિમાચલ પ્રદેશનું હિક્કિમ પોલિંગ બૂથ દેશનું જ નહીં, દુનિયાનું સૌથી વધુ ઊંચાઇ પર આવેલું પોલિંગ બૂથ છે
હિમાચલ પ્રદેશનું હિક્કિમ પોલિંગ બૂથ દેશનું જ નહીં, દુનિયાનું સૌથી વધુ ઊંચાઇ પર આવેલું પોલિંગ બૂથ છે

  • ચૂંટણીપંચના કર્મચારીઓ સાથે જોડાયેલા એ કિસ્સા કે જે દરેક મતનું મહત્વ દર્શાવે છે

ઈલેક્શન ડેસ્ક: એક મત સરકાર બનાવી પણ શકે છે અને ગબડાવી પણ શકે છે પણ આ એક વોટ મેળવવા ચૂંટણીપંચ કેટલી મહેનત કરે છે તેનો અંદાજ તમે એનાથી લગાવી શકો છો કે ગીરના જંગલમાં રહેતા માત્ર એક શખસનો મત મેળવવા દર ચૂંટણીમાં ત્યાં પોલિંગ બૂથ ઊભું કરાય છે. હજારો મતદારોવાળા બૂથ માટે થાય છે તે સ્તરની જ તૈયારીઓ તે એક મતદારવાળા બૂથ માટે પણ થાય છે. જાણો આવા જ રોચક કિસ્સા, જ્યારે ચૂંટણી કર્મચારીઓએ લોકશાહીને મજબૂત બનાવવા જંગલ, પહાડ, નદીઓને પણ હરાવી દીધા.
અહીં એશિયાઇ સિંહો સિવાય માત્ર આ એક જ શખ્સ
ગુજરાતના ગીરના જંગલમાં સ્થિત બાણેજ ગામ. તે બે કારણથી મશહૂર છે. એક- આ એશિયાઇ સિંહોનું એકમાત્ર જંગલ છે. બીજું કારણ છે મહંત ભારતદાસ ગુરુ દર્શન, જેઓ બાણેજ ગામના એકમાત્ર મતદાર છે. તેઓ બાણેશ્વર મહાદેવમાં પૂજારી હોવાથી ત્યાં જ રહે છે. તેમનો મત મેળવવા દરેક ચૂંટણીમાં ચૂંટણીપંચ ગીરના જંગલમાં પહોંચે છે. ચૂંટણીપંચ 2002થી અહીં પોલિંગ બૂથ ઊભું કરે છે. તેનું મહત્વ એટલા માટે પણ છે કે જો અહીં બૂથ ન બનાવાય તો મહંત ભારતદાસે મત આપવા 20 કિ.મી. દૂર જવું પડે.
વિશ્વનું સૌથી ઊંચું પોલિંગ બૂથ
હિમાચલ પ્રદેશનું હિક્કિમ પોલિંગ બૂથ દેશનું જ નહીં, દુનિયાનું સૌથી વધુ ઊંચાઇ પર આવેલું પોલિંગ બૂથ છે. 15,500 ફૂટની ઊંચાઇ પરના આ બૂથ ખાતે 3 ગામના અંદાજે 350 મતદારો મત આપવા જાય છે.
અરુણાચલમાં કર્મચારીઓએ 46 કિ.મી. સુધી ચાલવું પડે છે
અરુણાચલનું ડોપોવા પોલિંગ બૂથ. 2014માં અહીં પહોંચવા માટે પોલિંગ ટીમે 3 દિવસમાં 46 કિ.મી. ચાલવું પડ્યું.
તે જ રીતે અરુણાચલના હુકાની પોલિંગ બૂથમાં 22 મતદાર હતા. ત્યાં સુધી પહોંચવા માટે પોલિંગ ટીમે 22 કિ.મી. સુધી ચાલીને જવું પડ્યું. ચૂંટણીપંચના નિયમો મુજબ દરેક મતદારના ઘરથી 2 કિ.મી. સુધીના અંતરમાં તેનું પોલિંગ બૂથ હોવું જોઇએ.

X
હિમાચલ પ્રદેશનું હિક્કિમ પોલિંગ બૂથ દેશનું જ નહીં, દુનિયાનું સૌથી વધુ ઊંચાઇ પર આવેલું પોલિંગ બૂથ છેહિમાચલ પ્રદેશનું હિક્કિમ પોલિંગ બૂથ દેશનું જ નહીં, દુનિયાનું સૌથી વધુ ઊંચાઇ પર આવેલું પોલિંગ બૂથ છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App