પત્રકાર કરન થાપરનું ઇલેક્શન એનાલિસિસ / સૌથી મોટો સવાલ: શું પુલવામા-બાલાકોટની અસર ચૂંટણી સુધી રહેશે?

Divyabhaskar.com

Mar 16, 2019, 08:00 AM IST
The biggest question: Will the impact of Pulwama-Balakot remain till the election?

 • 2016ની સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભાજપે 2017માં યુપીમાં જોરદાર વિજય મેળવ્યો હતો. શું એ ફરી થશે?
 • ગ્રામીણ સંકટ તથા ખેડૂતોના આપઘાત 2017થી વધ્યા છે

ઈલેક્શન ડેસ્કઃ ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ મારું માનવું છે કે એક સવાલ જે સંભવત: સૌના હોઠ પર છે શું પુલવામામાં આતંકી હુમલા અને બાલાકોટ એરસ્ટ્રાઈકે રાજકીય પરિદૃશ્ય તથા ચૂંટણી ગણિતને બદલી નાખ્યું છે કે ફક્ત તાત્કાલિક અરસ છે જે સમયની સાથે ફિકી પડી જશે? મારો શરૂઆતનો જવાબ છે કે હું આ સવાલના પહેલા ભાગથી સંમત છું પણ જેટલું વધારે વિચારું છું લાગે છે કે એ એટલું સ્પષ્ટ નથી જેવું આ પહેલી નજરે દેખાય છે.

આ વાતમાં શંકા નથી કે આજે રાષ્ટ્રવાદ અને પાકિસ્તાન વિરોધી ભાવનાઓ બેરોજગારી, રાફેલ, જીએસટી, નોટબંધી જેવા પહેલાના મુદ્દાઓ પર હાવી થઇ રહી છે. તેના કેન્દ્રમાં પાક.ને પાઠ ભણાવવામાં સક્ષમ મજબૂત અને નિર્ણય લેનારા નેતાની આપણી પરંપરાગત ઉત્કૃષ્ટતા છે. 1971માં ઈન્દિરા ગાંધીની જેમ 2019માં મોદી આ કસોટી પર ખરા સાબિત થાય છે. શું ખુશ અને કૃતજ્ઞ રાષ્ટ્ર તેમના માટે વોટિંગ કરશે? સંભવ છે. 2016ની સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભાજપે 2017માં યુપીમાં જોરદાર વિજય મેળવ્યો હતો. શું એ ફરી થશે?

કદાચ. પુલવામા આતંકી હુમલામાં શહીદ સીઆરપીએફના 40 જવાનોમાંથી 30 ટકા યુપીના હતા. ઉપરાંત અહીંથી 3 સેનાઓમાં સર્વાધિક લોકો ભરતી થાય છે એટલા માટે અહીં રાષ્ટ્રીય જોશની અસર વધારે દેખાઈ શકે છે. વિપરિત વિચાર પણ શક્ય છે. 1999માં કારગિલના વિજય છતાં અટલ બિહારી વાજપેયી ફક્ત એટલી સીટો જીતી શક્યા જેટલી તેમને 1998માં મળી હતી. 26/11 છતાં 2009માં કોંગ્રેસ પહેલાથી વધારે 60 સીટો જીતી હતી. એટલા માટે સ્પષ્ટરૂપે ના કહી શકાય કે રાષ્ટ્રવાદી ભાવનાઓ અને ચૂંટણી પરિણામો વચ્ચે કોઈ સીધો સંબંધ છે.

આ ગમે તે દિશામાં જઈ શકે છે. હવે એ માનવાના પર્યાપ્ત કારણ છે કે બાલાકોટ એરસ્ટ્રાઈકની ચૂંટણીના પરિણામો પર અસર સર્જિકલ સ્ટ્રાઈકથી અલગ રહેશે. તેનું કારણ છે કે ભારત આજે એવું નથી જેવું બે વર્ષ પહેલા હતું. ગ્રામીણ સંકટ તથા ખેડૂતોના આપઘાત 2017થી વધ્યા છે. એટલા માટે આ લોકો જ્યારે વોટ નાખવા જશે તો તે પોતાની તાત્કાલિક ચિંતાઓ અને કષ્ટોને જોઇને નિર્ણય કરશે. મોદીની ખેડૂત યોજના તેમની ચિંતા દૂર કરવામાં સફળ રહી છે માનવું મુશ્કેલ છે. ઉપરાંત બેરોજગારી બીજું મોટું કારણ છે.

દેશમાં બેરોજગારીનો દર 7.3 ટકા છે. દેશના યુવા મોદીના ફેન હોઈ શકે છે પણ નોકરી ન હોવાનું દુ:ખ તેમને બાલાકોટ પર જશ્ન મનાવવા દેશે. હવે બધુ એ વાત પર નિર્ભર કરશે કે વિપક્ષ આ મુદ્દાઓ પર કેવી રીતે રમે છે. બાલાકોટની સફળતા પર સવાલ ઉઠાવવા, પુલવામામાં ઈન્ટેલિજન્સની નિષ્ફળતા પર સરકારની ટીકા કરવા કે રાફેલના ઘોડાને વધારે દોડાવવાને બદલે વિપક્ષે આ જેવા મુદ્દાઓ પર મોદી સરકારની નિષ્ફળતાને ચગાવવી જોઈએ. જો એવું કરશે તો મતદાનના દિવસે પુલવામા-બાલાકોટ હાવી નહીં થાય. પણ શું થઈ શકે છે? અત્યાર સુધી હું હું તેનો જવાબ હાં માં ન આપી શકું.

(કરન થાપરએ ડેવિલ્સ એડવોકેટ શોથી પ્રસિદ્ધ તથા ઈન્ડિયા ટુડે સાથે જોડાયેલા પ્રસિદ્ધ પત્રકાર છે)

X
The biggest question: Will the impact of Pulwama-Balakot remain till the election?
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી