ગુવાહાટીથી ગ્રાઉન્ડ રિપોર્ટ / સિટિઝન બિલના મુદ્દે ભાજપથી અલગ થયો હતો AGP, ચૂંટણી આવતા જ હવે ફરી સાથે

On the issue of Citizen Bill, BJP was separated from the AGP, with the elections coming soon
X
On the issue of Citizen Bill, BJP was separated from the AGP, with the elections coming soon

divyabhaskar.com

Mar 15, 2019, 08:27 AM IST

ગુવાહાટી: 40 વર્ષના સેલ્સ એક્ઝિક્યુટિવ બંધન ડે ગુવાહાટીના મતદાર છે પણ ખુદને ભારતીય નાગરિક સાબિત કરવા માટે મથામણ કરી રહ્યા છે. આ હાલ તેમના પરિવારના પાંચ સભ્યોના  છે જેમાં 80 વર્ષની તેમની વૃદ્ધ માતા પણ સામેલ છે. ખરેખર આસામના રાજકારણમાં હોબાળો મચાવનાર નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનશિપ(એનઆરસી)માં તેમનું નામ જ નથી. એનઆરસી સેવા કેન્દ્રમાં દસ્તાવેજ લઈને હાજર બંધન ચૂંટણીનો ઉલ્લેખ કરતાં જ પૂછ્યા વિના મોદીનાં ગુણગાન શરૂ કરી દે છે. કહે છે કે મોદીમાં જ નિર્ણય કરવાની ક્ષમતા છે. 

એજીપી આસામમાં ત્રીજો પક્ષ છે

એનઆરસીની સાથે જ અહીં નાગરિકતા સુધારા બિલ(સિટિઝનશિપ અમેડમેન્ટ બિલ એટલે કે કેબ) પણ મોટો મુદ્દો છે. આ બિલનો વિરોધ કરનારાં અનેક સંગઠનોએ કોંગ્રેસને પોતાની સાથે કરી લીધી હતી. આસામ ગણ પરિષદ(એજીપી) તો આ બિલના વિરોધમાં ભાજપ સાથે ગઠબંધન તોડી ચૂક્યો હતો. તેમ છતાં હવે બંને વચ્ચે ફરી ગઠબંધન થયું છે. એજીપી આસામમાં ત્રીજો પક્ષ છે. 2016ની વિધાનસભા ચૂંટણીમાં તેને 126માંથી 14 સીટ મળી હતી.

ફેન્સી બજારના કાપડના વેપારી વિકાસ જૈન જીએસટીની જટિલતાઓમાં ગૂંચવાયેલા હોવા છતાં કહે છે કે રાજ્યમાં ભાજપ સરકાર બન્યા બાદ ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો છે. હાથીગાંવ ગુવાહાટીનો મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. અહીંના અનેક લોકોના નામ એનઆરસીમાં નથી. ફાર્મસીની દુકાનના માલિક અશરફ અલી માને છે કે તેનાથી ભાજપને નુકસાન થશે. 

પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહી પછી અમારી સ્થિતિ મજબૂત બની

ગુવાહાટી સંસદીય ક્ષેત્રમાં વર્તમાન ભાજપ સાંસદ બિજયા ચક્રવર્તી ત્રણ વખત જીતી ચૂક્યા છે. તે રાજ્યસભા સાંસદ પણ રહ્યા છે. 2004માં ભાજપે તેમની ટિકિટ કાપી આસામના જાણીતા ગાયક દિવંગત ભૂપેન હઝારિકાને આપી હતી. તેમના ગીત આજે પણ લોકોના મોઢે છે પણ ચૂંટણીમાં લોકોએ તેમને પસંદ ના કર્યા. 80ની ઉંમર જોતાં પાર્ટી ચક્રવર્તીને રાજકારણમાંથી નિવૃત્તિના સંકેત આપી ચૂકી છે.

ધૂપ-અગરબત્તીના ધુમાડા વચ્ચે મહેકતા ભાજપ કાર્યાલયમાં બેઠેલા પાર્ટી અધ્યક્ષ વિજયકુમાર ગુપ્તા કહે છે કે પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહી પછી અમારી સ્થિતિ મજબૂત બની છે. અહીં કોંગ્રેસ કાર્યાલય રાજીવભવન પરિસરમાં પ્રવેશ કરતાં જ રાફેલ પર નજર પડે છે. કોંગ્રેસે અહીં રાફેલનું મોડલ બનાવી રાખ્યું છે. કોંગ્રેસ પ્રવકતા ઋતુપર્ણો માને છે કે રાફેલ તેના સ્થાને છે પણ અહીં એનઆરસી, નાગરિકતા સુધારા બિલ જેવા ક્ષેત્રીય મુદ્દા મહત્વપૂર્ણ છે.

 5 સીટોમાંથી 4 પર ભાજપ, 1 પર કોંગ્રેસ 

મુદ્દા... અહીં સ્થાનિક મુદ્દા પર વોટ મળશે
નાગરિકતા સુધારા બિલ મુખ્ય મુદ્દો છે. વિરોધ કરનાર સંગઠન કહે છે કે ભાજપ હિન્દુ બાંગ્લાદેશીઓને નાગરિકતા અપાવવા માગે છે. અનેક પક્ષોએ વિરોધ કર્યો. 

ગઠબંધન... બીપીએફ, એજીપી ભાજપ સાથે
ભાજપનું બોડોલેન્ડ પીપુલ્સ ફ્રન્ટ(બીપીએફ)સાથે ગઠબંધન છે. આસામ ગણ પરિષદ આખરે ભાજપ સાથે જોડાઈ ગયો. કોંગ્રેસ તમામ સીટો પર એકલી લડશે. 

ગુવાહાટી તથા તેમની આજુબાજુની 4 સીટોની સ્થિતિ

મંગલદોઈ : આ સંસદીય ક્ષેત્રમાં ગત 3 ચૂંટણીથી ભાજપનો કબજો છે. અહીં બોડોની હાજરી મોટી સંખ્યામાં છે, બોડોલેન્ડ પીપુલ્સ ફ્રન્ટનું ભાજપ સાથે ગઠબંધન છે. 
નગાંવ : હવે તેને ભાજપનો ગઢ મનાય છે. રેલવે રાજ્યમંત્રી રાજેન ગોહેને ગત ચાર ચૂંટણીથી અહીંથી સાંસદ છે. 
સ્વાયત્તશાસી જિલ્લો : કોંગ્રેસના બિરેન સિંહ અહીંથી સાતમી વખત સંસદ પહોંચ્યા પણ ગત મહિને જ જિલ્લા પરિષદની ચૂંટણીમાં અહીં ભાજપે જીત મેળવી પોતાનો બોર્ડ બનાવ્યો. 
તેજપુર : ગત ચૂંટણીમાં પહેલીવાર ભાજપે અહીં ખાતું ખોલાવ્યું. 2009માં આસામ ગણપરિષદનો કબજો હતો.
ગુવાહાટી : અહીં ભાજપના બિજયા ચક્રવર્તી સાંસદ છે.
 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી