લોકસભા ચૂંટણી / આ વખતે ચૂંટણીના કેન્દ્રમાં યુવા અને ખેડૂતને બેરોજગારી ભથ્થું, લોનમાફીથી આકર્ષવા પ્રયાસ

divyabhaskar.com

Mar 14, 2019, 08:06 PM IST
89.6 million voters in the Lok Sabha elections, of which 43 crore women

 • આ વખતે 8.3 કરોડ યુવા પહેલીવાર મતદાન કરશે 
 • દેશના 60 ટકાથી વધુ મતદાતા 35 વર્ષથી ઓછી ઉંમરના છે 
 • મુખ્ય પક્ષોની નજર દેશના 11.87 કરોડ ખેડૂતો પર પણ

દિલ્હી: ચૂંટણીમાં આ વખતે રાજકીય પક્ષોના કેન્દ્રમાં યુવા અને ખેડૂતો છે. તેમને આકર્ષવા માટે રાજકીય પક્ષો પોત-પોતાના વ્યૂહ અપનાવી રહ્યા છે. કોઇની પાસે બેરોજગારી ભથ્થું છે તો કોઈ ન્યૂનતમ વેજ ગેરન્ટીનો દાવો કરે છે. ખેડૂતો માટે તો ભંડાર જ ખોલી દીધો છે. એનડીએએ છ હજાર રૂ.વાર્ષિક એટલે કે દર મહિને 500 રૂપિયા આપવાની યોજના લાગુ કરી છે. અનેક ખેડૂતોનાં ખાતાંમાં તો પહેલો હપ્તો પણ આવી ગયો છે. યુપીએની મુખ્ય પાર્ટી કોંગ્રેસ લોનમાફીની જાહેરાત કરી રહી છે. તેણે સત્તાવાળાં ચાર મુખ્ય રાજ્યો પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં લોનમાફી પણ કરી દીધી છે.

89.60 કરોડ: ચૂંટણીપંચ મુજબ 2019ની લોકસભા ચૂંટણીમાં 89.60 કરોડથી વધુ મતદાતા હશે. તેમાં લગભગ 46.67 કરોડ પુરુષ અને 43.13 કરોડ મહિલાઓ છે. ઉપરાંત 39,683 થર્ડ જેન્ડર્સ પણ મતદાન કરશે.
8.3 કરોડ: નવા મતદાતા હશે લોકસભા ચૂંટણીમાં. તેમાં 1.5 કરોડ 18-19 વર્ષના છે. દરેક સીટ પર 1.5 લાખ નવા વોટર જોડાયા. 29 રાજ્યોની 282 સીટ પર અસર કરી શકે છે.

ભાજપ: ‘પહેલા વોટ મોદી કે નામ’થી અભિયાન શરૂ
‘નેશન વિથ નમો’ અને ‘પહેલા વોટ મોદી કે નામ’ દ્વારા પહેલી વાર મતદાન કરનારા યુવા મતદારોને જોડવાનો પ્રયાસ કરી રહ્યો છે.
એબીવીપી કોલેજોમાં નવા મતદારોને જોડવાનું કામ કરી રહી છે. યુનિ.ઓમાં યુવા સંસદ કાર્યક્રમ. કમલ સંકલ્પ અભિયાન પણ.
યુવાનોની જરૂરિયાતોની સાથેસાથે રોજગાર પર ભાર. મહિલાઓ, ખેડૂતો, દલિતો, સૈનિકો-શહીદોના પરિવારોને પ્રાથમિકતામાં રાખ્યા છે.
વિપક્ષના ખેડૂતોના મુદ્દાને ધ્યાનમાં રાખી ખેડૂતો સુધી પહોંચવા ખાસ અભિયાન. વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું વચન.

કોંગ્રેસ: બીજી વારના મતદારો-ખેડૂતો પર ફોકસ
કોંગ્રેસનું મુખ્ય ફોકસ જૂની અને પરંપરાગત વોટબેન્કને ફરી બેઠી કરવા પર છે. પક્ષે યુવા નેતાઓની વિશેષ સમિતિ પણ રચી છે.
ગ્રીન રૂમ ટીમ: કોંગ્રેસનું માનવું છે કે યુવા મતદારોને ભાજપે ખોટાં વચનો આપીને છેતર્યા છે. તેમને હકીકત જણાવવાનું કામ કરી રહી છે.
કોંગ્રેસે યુવાનો માટે રોજગાર કાર્ડમાં બેરોજગારી ભથ્થું આપવાની વાત કરી છે. બીજી વાર વોટ આપનારા 11 કરોડથી વધુ યુવાનો પર ફોકસ.
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં દેવાંમાફીનો લાભ લઇ રહી છે. કન્યાઓ માટે પીજી સુધી મફત શિક્ષણ, ખેડૂતોને દેવાંમાફી જેવાં વચનો.

ઉત્તરપ્રદેશ: ટિ્વટર પર માયા, ડિમ્પલની નવી મહિલા બ્રિગેડ
બસપાએ સમિતિઓમાં યુવાનોને સ્થાન આપ્યું. માયાવતી ટિ્વટર પર આવ્યા. સપામાં ‘સમાજવાદી યુવજન સભા’ અને ‘મુલાયમસિંહ યાદવ યૂથ બ્રિગેડ’ બનાવાઇ છે.

બિહાર: તેજસ્વીની ‘ટિ્વટર ચૌપાલ’, નીતીશની ‘સ્કોલરશિપ’
તેજસ્વી યાદવ રોજગારના વચન સાથે યુવાનોને આકર્ષવા ‘ટિ્વટર ચૌપાલ’ જ્યારે નીતીશકુમારે વિદ્યાર્થીઓ માટે 4 લાખ રૂ. સુધી ‘સ્ટુડન્ટ ક્રેડિટકાર્ડ’ જેવી સ્કીમ શરૂ કરી છે.

બંગાળ: ખેડૂતોને મદદ, યુવાનો માટે બેરોજગારી ભથ્થું
મમતા સરકાર 50 હજાર બેરોજગાર યુવાનોને 1 લાખ રૂ.ની સહાય કરશે. ‘કૃષક બંધુ’ સ્કીમમાં ખેડૂતોને પૈસા આપવાની ઘોષણા.

મહારાષ્ટ્ર: કોંગ્રેસ મફત ઘર આપશે, NCP યુવાનોને જોડશે
રાહુલ ગાંધીએ ગરીબોને 500 સ્ક્વેર ફૂટના મકાન આપવાનું વચન આપ્યું છે. યૂથ કોંગ્રેસ ‘ચલો પંચાયત’ અભિયાનથી બેરોજગાર યુવાનો, ખેડૂતોને જોડી રહી છે.

યુવા - 33 કરોડ... 25 વર્ષથી ઓછી વયની 18 કરોડ યુવતીઓ
દેશમાં અત્યારે 89.60 કરોડ મતદાર હશે. તેમાં 18થી 35 વર્ષના યુવા મતદારોની સંખ્યા અંદાજે 33 કરોડ છે, જે કુલ મતદારના અંદાજે 37 ટકા છે. તેમાં 18 કરોડ યુવતીઓ એવી છે, જેમની વય 25 વર્ષથી ઓછી છે. ચૂંટણી રણનીતિકારો માને છે કે સામાન્ય રીતે નવા મતદારો 2 ટકાથી 3 ટકા સુધી હોય છે.કોગ્રેસનું સૌથી મોટું વચન - સરકારમાં આવ્યા તો યુવાનોને બેરોજગારી ભથ્થું આપશે.

મહિલા : 43 કરોડ... નવા મતદારોમાં સૌથી મોટી સંખ્યા આમની હાજરી
લોકસભા બેઠકો પર મહિલા મતદારોની સંખ્યા પુરુષોની સરખામણીમાં લગભગ અડધી અથવા તેનાથી થોડી જ ઓછી છે. નવા મતદારોમાં મહિલા મતદારોની સંખ્યા સૌથી વધુ હોવાનો અંદાજ છે. 2015થી 2018 સુધીમાં કુલ 2 કરોડ 85 લાખ 55 હજાર પુરુષ અને 3.24 કરોડ મહિલાઓ નવા મતદાર તરીકે જોડાઈ. એવામાં આ 43 કરોડ મતદારોની અવગણના શક્ય નથી.આ વખતે તૃણમૂલ કોંગ્રેસે 41 ટકા ટિકિટ મહિલાઓને આપી છે. બીજદએ પણ મહિલાઓને 33 ટકા અનામત આપી છે.

ખેડૂત - 11.87 કરોડ ... ખાતામાં 6 હજાર વાર્ષિક પહોંચવાની શરૂઆત થઈ
દેશમાં ખેડૂતોની સંખ્યા અંદાજે 11 કરોડ છે. એક રિપોર્ટ મુજબ દેશના કુલ વર્કફોર્સમાંથી અડધા કૃષિ ક્ષેત્રમાં છે. દેશના જીડીપીમાં તેનું યોગદાન 17-18 ટકા છે. 2011ની જનસંખ્યા મુજબ દેશમાં કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની સંખ્યા 26.30 કરોડથી વધુ હતી, પરંતુ તેમાં ખેડૂતો સાથે કૃષિ ક્ષેત્રના કામદારો પણ સામેલ છે.નિતિ આયોગ મુજબ 2011-12થી 2015-16 દરમિયાન કૃષિ સંબંધી આવક માત્ર 0.4 ટકા વધી છે.

X
89.6 million voters in the Lok Sabha elections, of which 43 crore women
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી