ચૂંટણી ખર્ચ / લોકસભા ચૂંટણી 2019એ વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી હશે, ખર્ચ રૂ 70 હજાર કરોડ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • 2014ની લોકસભા ચૂંટણીમાં સરકારને 3,426 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો
  • પક્ષો અને ઉમેદવારોના ખર્ચ સાથે રૂ. 35,000 કરોડ હતા

Divyabhaskar.com

Mar 15, 2019, 08:40 AM IST

ઈલેક્શન ડેસ્કઃ ચૂંટણીપંચે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આ ચૂંટણી ભારત અને વિશ્વના ઇતિહાસમાં સૌથી મોંઘી ચૂંટણી સાબિત થશે. તેમાં સરકારી ખર્ચ પણ સામેલ છે. અમેરિકી થિન્ક ટેન્ક ‘કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ’માં સિનિયર ફેલો તથા દક્ષિણ એશિયા કાર્યક્રમના ડાયરેક્ટર મિલન વૈષ્ણવ મુજબ 2016માં અમેરિકી પ્રમુખ અને કોંગ્રેસની ચૂંટણીમાં 650 કરોડ ડોલર એટલે કે આશરે 46,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

2014ની લોકસભા ચૂંટણીમાં 500 કરોડ ડોલર એટલે આશરે 35,000 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. 2019ની ચૂંટણીમાં આ આંકડો લગભગ ડબલ થઇ જવાની અપેક્ષા છે. માનવામાં આવે છે કે આ વખતે 70 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે. 2014માં ઉમેદવારોના ખર્ચની મર્યાદા 40 લાખ રૂપિયાથી વધારી 70 લાખ કરવામાં આવી હતી.

67 વર્ષમાં સરકારનો ચૂંટણીખર્ચ પણ 342 ગણો વધી ગયો: 1952ની પ્રથમ લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં આશરે 10 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં આશરે 3,426 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. તેમાં પક્ષો અને ઉમેદવારોનો ખર્ચ સામેલ નથી.

ચૂંટણી ખર્ચ(રૂપિયામાં)
1952 10.45 કરોડ
1957 5.90 કરોડ
1962 7.32 કરોડ
1967 10.80 કરોડ
1971 11.61 કરોડ
1977 23.04 કરોડ
1980 54.77 કરોડ
1984 81.51 કરોડ
1989 54.22 કરોડ
1991 359.10 કરોડ
1999 947.68 કરોડ
2004 1,113.88 કરોડ
2009 1,483 કરોડ
2014 3,426 કરોડ
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી