અડધું હિન્દુસ્તાન / 14 ચૂંટણીમાં મહિલાઓની મતદાન ટકાવારી 19 ટકા વધી, પુરુષોથી માત્ર 1.5 ટકા પાછળ

divyabhaskar.com | Updated - Mar 15, 2019, 11:25 PM
Voting percentage of women in 14 elections increased by 19%

ઈલેક્શન ડેસ્કઃ પાછલી 14 ચૂંટણીઓથી મહિલાઓ સતત આગળ વધી રહી છે. મતદાનનો તેમનો આંકડો 2014માં 65.63 ટકા સુધી પહોંચી ગયો હતો. આ સફળતા એટલા માટે ખાસ છે કે ત્રીજી ચૂંટણીમાં માત્ર 46.6 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું. પ્રથમ બે ચૂંટણીમાં કેટલી મહિલાઓએ મતદાન કર્યું હતું. તેનો સ્પષ્ટ આંકડો નથી.
રાજકારણમાં ‘મહિલાઓનો ટાઇમ’ આવી ગયો
હવે 2019ની ચૂંટણીમાં એવી આશા રાખવામાં આને છે કે મહિલા મતદારો વોટિંગના મામલે પુરુષોને પાછળ છોડી દેશે. એટલે ચૂંટણીમાં મહિલા વોટર્સની સતત વધતી ભાગીદારી જોતાં કહી શકાય કે રાજકારણમાં ‘મહિલાઓનો ટાઇમ’ આવી ગયો છે.
રાજ્યોની ચૂંટણીઓમાં મહિલાઓ આગળ
તાજેતરમાં થયેલી મધ્ય પ્રદેશની વિધાનસભાચૂંટણીમાં 230 બેઠકોમાંથી 51 બેઠકો પર મહિલાઓની મતદાનની ટકાવારી વધુ હતી. છત્તીસગઢમાં 90માંથી 24 બેઠકો પર મહિલાઓ મતદારોનો આંકડો પુરુષો કરતા વધુ રહ્યો. રાજસ્થાનમાં તો મહિલા મતદારોની ટકાવારી 74.66 ટકા જ્યારે પુરુષોની ટકાવારી 73.80 ટકા હતી.
1996માં પહેલી વખત અંતર દશકથી નીચે આવ્યું
2014ની ચૂંટણી પહેલાં મહિલા મતદારોની ટકાવારી ક્યારેય 60થી ઉપર ગઇ ન હતી.
તે પહેલાં મહિલાઓનું સૌથી વધુ વોટિંગ 59.2 ટકા હતું, જે 1984માં થયેલી 8મી ચૂંટણીમાં થયું હતું.

X
Voting percentage of women in 14 elections increased by 19%
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App