જય જવાન- જય કિસાન નારાની કહાની / જબ પાક. કો હરાયા, અમેરિકાને ગેંહુ રોકા તો શાસ્ત્રીજી લાયે યહ નારા 

Jai Jawan - Jai Kisan: Jab Crop If you do not stop, you can come to America
X
Jai Jawan - Jai Kisan: Jab Crop If you do not stop, you can come to America

divyabhaskar.com

Mar 15, 2019, 08:07 AM IST

દિલ્હી: જય જવાન- જય કિસાન આ નારો 1965માં પ્રચલિત હતો તત્કાલીન PM શાસ્ત્રીએ પ્રજાની દરેક ખાલી જમીન પર ખેતી કરવાની અપીલ કરી હતી. એ વખતે તેમણે પણ  સરકારી મકાનના બગીચામાં શાકભાજી ઊગાડવાનું શરૂ કરી દીધું હતું.

નારાની શરૂઆત આ રીતે થઈ...
ભારત-ચીનના 1962ના યુદ્ધથી દેશ આર્થિક રીતે નબળો પડી ગયો હતો. એ વખતે લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા અને દેશમાં ખાદ્યાન્નની અછત હતી. પછી આ‌વ્યું 1965નું વર્ષ અને ત્યારે ચોમાસું પણ નબળું રહ્યું. દુકાળ જેવી જ સ્થિતિ હતી. આ દરમિયાન પાંચમી ઓગસ્ટ, 1965ના દિવસે 30 હજાર પાકિસ્તાની સૈનિક એલઓસી પાર કરીને કાશ્મીરમાં ઘૂસી ગયા. ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો. છઠ્ઠી સપ્ટેમ્બર, 1965ના રોજ ભારતીય સેનાએ લાહોર કબજે કરી લીધું. પાકિસ્તાનની 90 ટેન્કો ધ્વસ્ત કરી દીધી. આ એ સમય હતો જ્યારે આપણે અમેરિકાની પીએલ-480 સ્કીમ હેઠળ મળતા લાલ ઘઉં ખાવા પડતા હતા.  

જો યુદ્ધ નહીં રોકાય તો ઘઉંની નિકાસ બંધ કરી દઈશું
આ દરમિયાન અમેરિકન પ્રમુખ લિન્ડન જ્હોન્સને શાસ્ત્રીજીને ધમકી આપી કે જો યુદ્ધ નહીં રોકાય તો ઘઉંની નિકાસ બંધ કરી દઈશું. શાસ્ત્રીજીએ કહ્યું કે, બંધ કરી દો. એટલું જ નહીં, તેમણે અમેરિકાથી ઘઉં લેવાનો જ ઈનકાર કરી દીધો. એ પછી ઓક્ટોબર 1965માં દશેરાના દિવસે દિલ્હીના રામલીલા મેદાનમાં શાસ્ત્રીજીએ પહેલીવાર ‘જય જવાન-જય કિસાન’નો નારો આપ્યો. શાસ્ત્રીજીએ લોકોને અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાનું કહ્યું અને પોતે પણ ઉપવાસ ચાલુ કર્યા. બે વર્ષ પછી 1967માં ચોથી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને પ્રચંડ સફળતા મળી. દેશની કુલ 520 લોકસભા બેઠકમાંથી કોંગ્રેસને 283 બેઠક મળી હતી. 

અને આ રીતે બદલાયો નારો... 
રાજસ્થાનના પોખરણમાં 1998માં પરમાણુ પરીક્ષણ પછી તુરંત જ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈએ ફરી એકવાર શાસ્ત્રીજીના આ નારાને નવું રૂપ આપતા કહ્યું કે: ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.’
 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી