ચૂંટણી / આઝાદ ભારતના પ્રથમ ચૂંટણી કમિશનરની કહાણી,જેમણે ચૂંટાયેલી પહેલી સરકાર આપી

DivyaBhaskar.com

Mar 13, 2019, 11:08 AM IST
story of India first election commissioner, who gave the first government elected
X
story of India first election commissioner, who gave the first government elected

  • 85% મતદારો નિરક્ષર હતા, જેથી દરેક પક્ષની મતદાન પેટી અલગ રખાઇ હતી
     

ઈલેક્શન 2019 ડેસ્કઃ દેશની પ્રથમ ચૂંટણી માત્ર ચૂંટણી નહોતી. કસોટીની મુશ્કેલ ઘડી હતી. વિશ્વ ભારત તરફ મીટ માંડીને બેઠું હતું. 1951માં પ્રથમ ચૂંટણી આવી. એવો દેશ કે જ્યાંની 85% વસતીએ સ્કૂલ જોઇ પણ નહોતી. જ્યાં મહિલાઓની ઓળખ તેમના નહીં પણ પતિના નામથી થતી હતી. આવા દેશે તેની પ્રથમ સરકાર ચૂંટવાની હતી. આ મુશ્કેલ કામની જવાબદારી સુકુમાર સેનને મળી. દેશના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર, જેમણે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણીનું આખું માળખું ઊભું કર્યું.

પ્રથમ ચૂંટણીની 7 મોટી વાત

આખા દેશનો ડેટાબેઝ તૈયાર થયો
1.કુલ મતદારો 17.6 કરોડ હતા. આ એ લોકો હતા કે જેઓ 21 વર્ષથી વધુ વયના હતા. પહેલી વાર આખા દેશમાં ઉંમર, જાતિના આધારે મતદારોનો ડેટાબેઝ તૈયાર થયો. દેશભરમાં અંદાજે 16,500 ક્લાર્કને 6 મહિના માટે કોન્ટ્રાક્ટ પર રખાયા.
મત કેવી રીતે આપવો તે સિનેમાઘરોમાં દર્શાવાયું
2.જે લોકોએ પ્રાથમિક શિક્ષણ પણ મેળવ્યું નહોતું તેમને મત આપવાનું સમજાવવું મુશ્કેલ કામ હતું. દેશનાં 3 હજારથી વધુ થિયેટરોમાં ફિલ્મ દરમિયાન ડોક્યુમેન્ટ્રી બતાવાતી, જેમાં મત કેવી રીતે આપવો તે સમજાવાતું હતું.
દરેક ઉમેદવારની મતદાન પેટી અલગ
3. બીજો મોટો સવાલ હતો કે મતદાર તેની પસંદનો ઉમેદવાર કેવી રીતે ચૂંટશે? તેનો ઉકેલ એવો નીકળ્યો કે દરેક ઉમેદવારની મતદાન પેટી અલગ હશે. મતદાર પેટી પર પક્ષનું પ્રતીક જોઇને પોતાનો મતપત્ર તેમાં નાખશે.
મહિલાઓની ઓળખ : રામુની મા...
4.મહિલાઓ પડદામાં રહેતી. તેમની કોઇ ઓળખ નહોતી. એવામાં મતદારયાદીમાં નામ ઉમેરાયાં ત્યારે મહિલાઓનાં નામ કંઇક આ રીતે લખાયાં... રામુની મા, ઇમરાનની જોરુ... સુકુમાર સેને મતદાર યાદીમાંથી. આવા 28 લાખ નામ હટાવ્યા.
પક્ષોને ચૂંટણી પ્રતીક આટલા માટે અપાયાં
5. સુકુમાર સેન પરેશાન હતા કે અભણ મતદારોને કેવી રીતે ખબર પડશે કે તેમનો ઉમેદવાર કોણ છે? તેથી પક્ષોને ચૂંટણી પ્રતીક આપવાનો વિચાર આવ્યો. તમામ 14 રાષ્ટ્રીય પક્ષોને પ્રતીક અપાયાં. પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રતીક બળદની જોડી હતું. 
 
ગોદરેજે 16 લાખ બેલેટ બોક્સ બનાવ્યાં હતાં
6.પ્રથમ ચૂંટણી 4500 બેઠક પર થઇ હતી. 489 લોકસભાની, બાકીની રાજ્યોની સરકારોની. પ્રથમ લોકસભા ચૂંટણી માટે ગોદરેજ કંપનીએ વિક્રોલી પ્લાન્ટમાં 16 લાખ બેલેટ બોક્સ તૈયાર કર્યા હતા. એક બોક્સની કિંમત 5 રૂ. હતી. રોજ 15 હજાર બોક્સ બનતા.
બોગસ વોટિંગ રોકવા માટેનો ઉકેલ
7.

એક વ્યક્તિ એકથી વધુ વોટ ન આપી શકે તે માટે અવિલોપ્ય શાહી તૈયાર કરાઇ. પ્રથમ ચૂંટણીમાં આ શાહીની 3,89,816 શીશી વપરાઇ હતી.
 

માહિતી ઇતિહાસકાર રામચંદ્ર ગુહાના પુસ્તક ‘ભારત ગાંધી કે બાદ’માંથી.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી