પાટીદારો સાથે દ્રોહ / અનામત આંદોલનકારી પાસ નેતાઓનું ભાજપ-કોંગ્રેસમાં વિલિનિકરણ

DivyaBhaskar.com | Updated - Mar 12, 2019, 05:00 PM
Reservations of agitated pass leaders BJP-Congress mergers
X
Reservations of agitated pass leaders BJP-Congress mergers

  • પાસના જે નેતાઓ સામે રાજદ્ગોહ હતો તેમાંના મોટા ભાગના રાજકીય પાર્ટીમાં જોડાયા
  • રાજનીતિમાં જોડાનાર પાસ નેતાઓએ પાટીદાર સમાજ સાથે વિદ્રોહ કર્યો છેઃ દિનેશ બાંભણિયા
     

અમદાવાદઃ ‘જ્યાં સુધી પાટીદાર સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું રાજનીતિમાં ક્યારેય નહીં જોડાઉ’આવું કહેનારો હાર્દિક પટેલે આજે મોટા ઉપાડે કોંગ્રેસનો ખેસ પહેર્યો છે. જોકે હાર્દિક પટેલ સાથે જેમના પર રાજદ્રોહના કેસ થયા છે તેમાંના મોટાભાગના નેતાઓ કાંતો ભાજપ કાંતો કોંગ્રેસમાં ભળ્યા છે. પાસના નેતા દિનેશ બાંભણિયાએ કહ્યું કે સમાજના કામ પૂરા કર્યા વગર રાજનીતિમાં જોડાનાર નેતાઓએ પાટીદાર સમાજ સાથે વિદ્રોહ કર્યો છે.

અમુકને ભાજપ ફળ્યું તો અમુક કોંગ્રેસના શરણે
1.અમે સમાજ માટે છીએ અને સમાજનાં જ રહીશું કહેનારા આંદોલનકારી પાટીદાર નેતાઓ સમય આવ્યે હવે રાજકીય પાર્ટીઓના થઈ ગયા. સરકારને બે ફામ ગાળો આપનારા પૈસામાં રાજકીય પાર્ટીઓમાં વેચાયા છે. પાસની મુળ કોર કમિટીમાં રહેનાર આદોલનકારી ચાર નેતાઓ ભાજપમાં તો ત્રણ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે.
પાસના નેતાઓ હવે પાટીદાર સમાજને પગથિયા બનાવી હવે પોતાના અંગત સ્વાર્થ ખાતર રાજકીય કેરિયર બનાવવા નીકળ્યા છે. 
પાસના આ નેતાઓ રાજકીય પાર્ટીઓમાં જોડાયા
2.
નામ પાર્ટી
હાર્દિક પટેલ કોંગ્રેસ
વરૂણ પટેલ ભાજપ
લલિત વસોયા કોંગ્રેસ
કિરીટ પટેલ કોંગ્રેસ
ચિરાગ પટેલ ભાજપ
અમરીશ પટેલ ભાજપ
કેતન પટેલ ભાજપ
રેશ્મા પટેલ ભાજપ
અતુલ પટેલ કોંગ્રેસ
હાર્દિક અને રેશ્માએ લોકસભા 2019માં ચૂંટણી લડવાની જાહેરાત પર કરી દીધી
3.હાર્દિક પટેલ કોંગ્રેસ હાઈકમાન્ડ કે એ પહેલાં જ જાતે જ જાહેરાત કરી દીધી કે હું જામનગરથી લોકસભા ચૂંટણી લડીશ. આ સાથે ગઈ કાલે જ રેશ્મા પટેલે પણ જાહેર કર્યું કે હું NCPમાંથી ટિકીટ લઈ પોરબંદર બેઠક પર લોકસભા ચૂંટણી લડીશ. જોકે આ બધા જ નેતાઓ હવે સમાજના નથી રહ્યા રાજકીય પાર્ટીઓના થઈ ગયા છે.  
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App