ગઠબંધન / મોદી હોય કે અટલજી ચૂંટણી ટાંણે ગઠબંધન પર ‘મિલે સૂર મેરા તુમ્હારા’ના દોરમાં પાર્ટી

DivyaBhaskar.com

Apr 02, 2019, 12:01 PM IST
Modi, or Atalji, in the race of 'Mile Sun Mera Tumhara' on coalition coalition
X
Modi, or Atalji, in the race of 'Mile Sun Mera Tumhara' on coalition coalition

ઈલેક્શન 2019 ડેસ્કઃ 2019ની ચૂંટણી પહેલાં ભાજપ, કોંગ્રેસ સહિત તમામ મોટા પક્ષ ‘મિલે સૂર મેરા તુમ્હારા’ના દોરમાં પહોંચીને પોતાના જૂના સાથીઓને સાથે જોડવામાં લાગ્યા છે. પં. ભીમસેન જોશીના અવાજમાં ‘મિલે સૂર મેરા તુમ્હારા’ ગીત 30 વર્ષ પહેલાં રેકોર્ડ કરાયું હતું. આ ગીત 1990થી 2000 સુધી દૂરદર્શન પર સૌથી વધુ લોકપ્રિય થયું હતું. આ લોકસભા ચૂંટણી પહેલાં તમામ પક્ષો પોતાના 20-25 વર્ષ જૂના સાથીદારો સાથે ગઠબંધન કરવામાં વ્યસ્ત થઈ ગયા છે.
1

ઉ.પ્રદેશ: મુલાયમ અને કાંશીરામના પક્ષ 25 વર્ષ પછી મોદીને રોકવા સપા-બસપા સાથે 

ઉ.પ્રદેશ: મુલાયમ અને કાંશીરામના પક્ષ 25 વર્ષ પછી મોદીને રોકવા સપા-બસપા સાથે 
 • સપા-બસપા ગઠબંધન : એનડીએને રોકવા 1995માં અલગ થયેલા સપા-બસપાએ હાથ મિલાવ્યા છે. ઉ. પ્રદેશમાં સપા 37, બસપા 38 અને આરએલડી ત્રણ બેઠક પર ચૂંટણી લડશે. જોકે, આ ગઠબંધન અમેઠી, રાયબરેલીમાં ઉમેદવાર નહીં ઊભો રાખે. 
 • ભાજપ સામે પોતાના જૂના સાથીદારોને જાળવી રાખવાનો પડકાર છે. 
 • કોંગ્રેસે ઉ.પ્રદેશમાં પ્રિયંકા ગાંધીનું ટ્રમ્પ કાર્ડ રમ્યું છે. 
2

બિહાર: અટલ સરકારનાં 20 વર્ષ પછી પહેલીવાર પાસવાન અને નીતીશ બંને ભાજપ સાથે  

બિહાર: અટલ સરકારનાં 20 વર્ષ પછી પહેલીવાર પાસવાન અને નીતીશ બંને ભાજપ સાથે  
 • એનડીએ: બિહારમાં એનડીએના પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ છે. ભાજપ-જેડીયુ 17-17 બેઠક પર અને એલજેપી છ બેઠક પર ચૂંટણી લડશે. આ સ્થિતિમાં સૌથી વધુ ફાયદો પાસવાનને. 
 • મહાગઠબંધન: આરજેડી 18-20 બેઠક, કોંગ્રેસ 8-12, આરએલએસપી 4-5 બેઠક પર ચૂંટણી લડશે, જ્યારે હિંદુસ્તાની અવામ મોરચો (હમ), લોકતાંત્રિક જનતા દળને 1-2 બેઠક મળી શકે. માંઝીએ 3 બેઠક માંગી.
3

મહારાષ્ટ્ર: ભાજપે ત્રણ દસકા જૂના સાથી શિવસેનાને એનડીએ સાથે છેડો ફાડતા રોકી

 મહારાષ્ટ્ર: ભાજપે ત્રણ દસકા જૂના સાથી શિવસેનાને એનડીએ સાથે છેડો ફાડતા રોકી
 • એનડીએ: લોકસભા ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં પણ એનડીએની બેઠકોની વહેંચણી થઈ ગઈ છે, જેમાં ભાજપ 25 અને શિવસેના 23 બેઠક પર ચૂંટણી લડશે. 
 • યુપીએ: 14મી ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં એનસીપી ચીફ શરદ પવાર સાથે બેઠક કરી. બંને પક્ષોમાં લોકસભાની ચૂંટણીને લઈને બેઠકોની વહેંચણી મુદ્દે વાત થઈ. જોકે, મીડિયાને નથી જણાવાયું કે કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે.
4

તમિલનાડુ: 21 વર્ષ પછી ભાજપ-અન્નામુદ્રક સાથે, છ વર્ષ પછી ડીએમકે-કોંગ્રેસ સાથે આવ્યા 

 તમિલનાડુ: 21 વર્ષ પછી ભાજપ-અન્નામુદ્રક સાથે, છ વર્ષ પછી ડીએમકે-કોંગ્રેસ સાથે આવ્યા 
 • એનડીએ: ભાજપે દક્ષિણમાં પ્રભાવ વધારવા અન્નામુદ્રક સાથે સમજૂતી કરી. ભાજપ પાંચ અને અન્નામુદ્રક 27 બેઠક પર લડશે, જ્યારે સાત બેઠક એનડીએમાં પાછા આવેલા પીએકેને મળશે. અન્નામુદ્રક 1998માં ભાજપ સાથે મળીને લડ્યો હતો. 
 • યુપીએ: છ વર્ષ પછી કોંગ્રેસ-ડીએમકેમાં પણ સમજૂતી થઈ. કોંગ્રેસ 9, ડીએમકે 20 બેઠક પર ચૂંટણી લડશે, જ્યારે અન્ય બેઠકો બીજા છ પક્ષ માટે રખાઈ છે. 
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી