ગઠબંધન 2014 / મોદીના PM બન્યા પછી એનડીએના પક્ષ ઘટ્યા, ભાજપનો દાવો હજી પણ 42 પક્ષ સાથે

After the formation of Modi's PM, the NDA's party declined, BJP's claim was still with 42 parties
X
After the formation of Modi's PM, the NDA's party declined, BJP's claim was still with 42 parties

 • 29માંથી 16 પક્ષોએ એનડીએ છોડ્યું
 • 4 પક્ષ ધમકી આપી રહ્યા છે, હવે 40 પક્ષ મોદીની વિરુદ્ધ લડે છે

DivyaBhaskar.com

Mar 13, 2019, 10:02 AM IST
નવી દિલ્હી: 2013માં જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા તો 29 પક્ષો એનડીએમાં આવ્યા. ત્યારે ભાજપે એકલા હાથે 282 બેઠકો જીતી હતી જ્યારે એનડીએના અન્ય સાથી 54 બેઠકો જીત્યા હતા. ચૂંટણી પછી પણ અનેક પક્ષ એનડીએમાં આવ્યા. મોદીના પીએમ બન્યા પછી છેલ્લાં 5 વર્ષમાં 16 પક્ષો એનડીએ છોડી ચૂક્યા છે જ્યારે 4 પક્ષો ભાજપથી નારાજ છે અને એનડીએ છોડવાની ધમકી આપી રહ્યા છે.
1. ક્યારે, કોણે, કેમ સાથ છોડ્યો

લોકસભા ચૂંટણી પછી હજકાંએ વિધાનસભા ચૂંટણી પહેલાં એનડીએ છોડ્યું. કુલદીપ બિશ્નોઈએ કહ્યું કે ભાજપ પ્રાદેશિક પક્ષોને ખતમ કરવા માગે છે. ડિસેમ્બર 2014માં તમિલનાડુની એમડીએમકેએ સાથ છોડ્યો. ચીફ વાયકોનો આરોપ હતો ભાજપ તમિલો વિરુદ્ધ કામ કરી રહ્યો છે. ત્યાર પછી વિજયકાંતના ડીએમકે અને એસ. રામદાસના પીએમકેએ તમિલનાડુમાં ચૂંટણી પહેલાં સાથ છોડ્યો.

2. ખેડૂતોના મુદ્દે મહારાષ્ટ્રમાં સ્વાભિમાની પક્ષના રાજુ શેટ્ટીએ સાથ છોડ્યો

જોકે, 2019ની ચૂંટણી પહેલાં તેમને એનડીએ ગઠબંધનમાં 7 બેઠકો અપાઈ છે. તેલુગુ સ્ટાર પવન કલ્યાણના જન સેના પક્ષનો પણ એનડીએથી મોહભંગ થયો. 2016માં કેરળના બે મોટા પક્ષો રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી બોલ્શેવિક અને જનાધિપત્યા રાષ્ટ્રીય સભાએ સાથ છોડ્યો. 2017માં ખેડૂતોના મુદ્દે મહારાષ્ટ્રમાં સ્વાભિમાની પક્ષના રાજુ શેટ્ટીએ સાથ છોડ્યો. 2018માં રાજ્યસભા નહીં મોકલવાથી નારાજ હિન્દુસ્તાની અવામ મોરચાના નેતા જીતન રામ માંઝી મહાગઠબંધનમાં ચાલ્યા ગયા. નાગાલેન્ડ ચૂંટણીમાં ભાજપે એનડીપીપી સાથે ગઠબંધન કર્યું.

3. 15 વર્ષ જૂના સાથી એનપીએફે સાથ છોડ્યો
કર્ણાટક ચૂંટણીમાં કેપીજેપી જેડીએસ સાથે જતો રહ્યો. આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવાથી નારાજ ચંદ્રાબાબુએ એનડીએ સાથે સંબંધ તોડ્યો. બેઠકોની વહેંચણીમાં અવગણનાથી ઉપેન્દ્ર કુશવાહા અલગ થઈ ગયા. ગોરખા સાથે છેતરપિંડીનો આરોપ મૂકી ગોરખ જનમુક્તિ મોરચો સાથ છોડી ગયો. કાશ્મીરના મુદ્દે પીડીપી અને નાગરિકતા બિલ મુદ્દે અાસામ ગણ પરિષદે ભાજપ સાથે છેડો ફાડ્યો.
4. 4 પક્ષ હજી પણ સાથ છોડવાની ધમકી આપી રહ્યા છે
1. ઉત્તરપ્રદેશમાં અપના દલના નેતા અનુપ્રિયા પટેલ સન્માન નહીં મળવાથી નારાજ.
2. ઉ.પ્રમાં ઓ.પી. રાજભરના સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી યોગી સરકારથી નારાજ છે.
3. મેઘાલયના સીએમ કોર્નાડ સંગમા સિટિઝન બિલ પર અલગ થવાની વાત કરી ચૂક્યા છે.
4. મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણીમાં સામેલ નહીં કરાવાથી રામદાસ આઠવલે પણ નારાજ છે.
 
5. એનડીએને પહેલી વખત 336 બેઠકો મળી, યુપીએ 61 બેઠકો પર સમેટાઈને રહી ગયું હતું
પક્ષ લડ્યા જીત્યા
ભાજપ 428 282
શિવસેના 20 18
ટીડીપી 30 16
એલજેપી 7 6
અકાલી 10 4
આરએલએસપી 4 3
અપના દલ 2 2
પીએમકે 9 1
એઆઈએનઆરસી 1 1
નાગા પીપલ્સ ફ્રંટ 2 1
એનપીપી 7 1
સ્વાભિમાની પક્ષ 2 1
6. લડ્યા પણ બેઠકો ન મળવી
પક્ષ લડ્યા જીત્યા
ડીએમડીકે 14 0
એમડીએમકે 7 0
આરપીઆઈ આઠવલે 2 0
હરિયાણા જનહિત કોંગ્રેસ 2 0
કેરલા ક્રોંગેસ નેશનલિસ્ટ 1 0
રાષ્ટ્રીય સમાજ પક્ષ 1 0
7. યુપીએના 14 પક્ષો 541 બેઠકો પર ચૂંટણી લડ્યા
પક્ષ લડ્યા જીત્યા
ક્રોંગેસ 464 44
એનસીપી 23 6
આરજેડી 28 4
ઝામુમો 4 2
મુસ્લિમ લીગ 2 2
આરએસપી 1 1
કેરલ ક્રોંગેસ 1 1
સીપીઆઈ 1 1
રોલોદ 8 0
નેશનલ કોન્ફરન્સ 3 0
મહાન દલ 3 0
બાડોલેન્ડ પીપલ્સ પાર્ટી 1 0
સોશલિસ્ટ જનતા 1 0
બહુજન વિકાસ આગાડી 1 0
8. 11 પક્ષ ચૂંટણી ન લડ્યા પરંતુ એનડીએની સાથે હતા :
 • મિઝો નેશનલ ફ્રન્ટ 
 • આરએસપી (બી)
 •  નોર્થ ઈસ્ટ રિજનલ ફ્રન્ટ
 • ગોમાંતક પાર્ટી
 • આઈજેકે
 • ગોરખા જમુક્તિ મોરચા
 • જન સેના
 • ન્યુ જસ્ટિસ પાર્ટી
 • કેડીએમકે
 • ઝોરામ નેશનાલિસ્ટ પાર્ટી
 •  MPC
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી