વરસાદ ના અટક્યો તો ડાઘુઓએ તાડપત્રી લગાવીને અંતિમ સંસ્કાર કર્યા, દર ચોમાસામાં હાલત કફોડી થાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તંત્ર અને જનપ્રતિનિધિઓની સુવિધાઓ પ્રત્યેની ઉપેક્ષાના કારણે ઘણીવાર માનવતા પણ શર્મસાર થઈ જાય છે. આવો જ એક મામલો પ્રકાશમાં આવ્યો છે મધ્ય પ્રદેશના મુહાસા ગામમાં. ભારે વરસાદને કારણે ગામલોકો કંતાનનું છાપરું બનાવીને ખુલ્લા સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર બન્યા છે. આ ગામમાં ચોમાસામાં જેટલા પણ અંતિમ સંસ્કાર કરવામાં આવે તે આ રીતે જ કરવામાં આવે છે. એક આદિવાસી મહિલાનું મોત થતાં જ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ગામમાં રસ્તો પણ કાચો હોવાથી લોકો દોઢ કિમી કાદવમાં ચાલીને અર્થીને સ્મશાન સુધી લઈ ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ પણ વરસાદે અટકવાનું નામ ના લેતાં ડાઘુઓએ કંતાન અને તાડપત્રીની આડશ બનાવીને લાશને અગ્નિદાહ આપ્યો હતો. મજબૂર લોકોએ જ્યાં સુધી વરસાદ બંધ ના થયો ત્યાં સુધી આ રીતે જ તાડપત્રીનું છાપરું બનાવી રાખ્યું હતું જેથી લાશના અંતિમ સંસ્કાર થઈ શકે. ગામલોકોએ પોતાની આપવીતી જણાવતાં કહ્યું હતું કે તેમણે આ મામલે ઘણીવાર સરપંચને પણ રજૂઆત કરી હતી. જો કે, તેમણે પણ આ સમસ્યાનું કોઈ જ સમાધાન થાય તેવા પ્રયાસો કર્યા નહોતા.  

અન્ય સમાચારો પણ છે...