સ્પીડ ન્યૂઝ / ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે નાગપુરમાં ત્રીજી ટી-20 મેચ રમાશે

Divyabhaskar.com

Nov 10, 2019, 08:55 AM IST
બંને ટીમ 1-1ની બરોબરી પર છે. રાજકોટમાં રંગ જમાવ્યા પછી ભારત સીરિઝ જીતવા માટે ફેવરિટ છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતનો લક્ષ્ય શ્રેણીમાં નવી પ્રતિભા શોધવાનો હતો, જોકે ટીમ તેવું કરવામાં નિષ્ફ્ળ રહી છે.

સાત્વિક-ચિરાગ ચાઈના ઓપનની સેમિફાઇનલમાં હાર્યાં છે.
ભારતીય જોડી અત્યાર સુધીમાં ઇન્ડોનેશિયાની જોડી સામે આઠ મેચ રમી હતી. બંનેને એકપણ જીત મળી નથી. તેમણે આ મુકાબલો 40 મિનિટમાં ગુમાવ્યા હતો. તેમની હાર સાથે ટૂર્નામેન્ટમાં ભારતના અભિયાનનો અંત આવી ગયો છે.

જૂનાગઢની લીલી પરીક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા.
અંદાજે બે લાખ જેટલા પરિક્રમાર્થી નળપાણીની ઘોડી વટાવી ચૂક્યા છે. એમાંય આજે રવિવાર હોવાથી ગત સાંજથી જ ભવનાથ ભણી માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. શ્રદ્ધાળુઓના ધસારાને પગલે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને તળેટીના રૂટ પર ભારે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી