Speed News @ 9 AM / મહારાષ્ટ્રમાં ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે- અમે સરકાર બનાવીશું નહીં,અનિલ અંબાણીની વિરુદ્ધ ચીનની 3 બેન્કોએ કેસ કર્યો

Divyabhaskar.com

Nov 11, 2019, 09:09 AM IST
વીડિયો ડેસ્કઃ મહારાષ્ટ્રમાં ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે- અમે સરકાર બનાવીશું નહીં. આ પહેલાં પાટિલ રાજ્યપાલ ભગતસિંઘ કોશ્યારીને મળ્યા હતા. આ સાથે જ પાટિલે વધુમાં કહ્યું કે, ભાજપ અને શિવસેનાને જનાદેશ મળ્યો હતો જેથી સાથે મળીને કામ થઇ શકે પરંતુ શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે. જો તેઓ NCP અને કોંગ્રેસ સાથે સરકાર બનાવવા ઇચ્છતા હોય તો તેમને અમારી શુભેચ્છા છે. અનિલ અંબાણીની વિરુદ્ધ ચીનની 3 બેન્કોએ કેસ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ ધ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઈના, ચાઈના ડેવલોપમેન્ટ બેન્ક અને એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેન્ક ઓફ ચાઈનાનો દાવો છે કે તેમણે અનિલ અંબાણીની ખાનગી ગેરન્ટીની શરત પર તેમની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સને 2012માં 92.52 કરોડ ડોલરની લોન આપી હતી. આરકોમ ફેબ્રુઆરી 2017માં લોન ચુકવવામાં ડિફોલ્ટ રહી. તેના 68 કરોડ ડોલ બાકી છે. છે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી