તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભારતમાં સિઝેરિયન ડિલિવરીનું વધતું પ્રમાણ ચિંતાજનક, નોર્મલ ડિલિવરી માટે આટલું કરો

ભારતમાં સિઝેરિયન ડિલિવરીનું વધતું પ્રમાણ ચિંતાજનક, નોર્મલ ડિલિવરી માટે આટલું કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ નેશનલ  ફેમિલી હેલ્થ સર્વે-4 મૂજબ ભારતમાં સિઝેરિયન ડિલિવરીનું વધતું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.આ સર્વેમાં ખુલાસો થયો છે કે છેલ્લા દસ વર્ષમાં આ પ્રમાણમાં બે ગણો વધારો જોવા મળ્યો છે.આ સમસ્યાને સમજવા આંકડાનો સહારો લઈએ તો વર્ષ 2010થી 2016 સુધીમાં સિઝેરિયન ડિલિવરીનું પ્રમાણ 17.2 % હતું.જે વર્ષ-1988 થી 1993 સુધીમાં માત્ર 2.9 % જ હતું.ભારતમાં શા માટે સિઝેરિયન ડિલિવરીનું પ્રમાણ વધ્યું છે અને હવે શું ઉપાયો કરી શકાય તે જાણીશું 'Rita's Preganancy 101' ના ફાઉન્ડર અને ચાઈલ્ડ બર્થ એજ્યુકેટર રીટા સીંગા પાસેથી.