પાલનપુરનું કૉલેજ કેમ્પસ અખાડો બન્યું, બે રેસલર જાહેરમાં બાખડી પડ્યા, ગુસ્સે થયેલા રેસલરે અન્યને બોનેટ પર પટક્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીડિયો ડેસ્ક: પાલનપુરમાં કૉલેજ કૅમ્પસને wweનો અખાડો બનાવતાં બે રેસલર્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. પાંચ જાન્યુઆરીએ પાલનપુરમાં રેસલિંગ કૉમ્પિટિશન યોજાવવાની છે. જેને લઈ કૉલેજ કૅમ્પસમાં પ્રમોશન માટે બે રેસલર્સ ગયા હતા. તે સમયે એક રેસલરે અન્ય રેલસરને ઊંચો કરી ગાડીના બોનેટ પર પછાડ્યો હતો. આ અગાઉ પણ પાકિસ્તાની રેસલર્સના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. પાલનપુરમાં યોજાનાર રેસલિંગ મેચને સક્સેસફૂલ બનાવવા માટે આ બધા ગતકડાં કરતા હોવાની લોકોમાં ચર્ચા છે.
અન્ય સમાચારો પણ છે...