તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગિલોલથી તોડ્યા કારના કાચ, બાદમાં આ રીતે કારમાંથી કરી ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ:  નડિયાદમાં એક લબરમૂછિયાએ ગુરૂવારે ગાડીનો કાચ તોડી તેમાંથી એક બેગની ચોરી કરી હતી. જોકે આ મામલે મોડી સાંજ સુધી પોલીસ મથકે કોઇ ફરિયાદ નોંધાઇ નથી. નડિયાદ શહેરમાં કોલેજ રોડ ઉપર પાર્ક કરેલી કારમાંથી એક લબરમૂછિયો ગિલોલથી ગાડીનો કાચ તોડીને તેમાંથી બેગની ઉઠાંતરી કરી ગયો હતો. આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બની હતી. જોકે મોડી સાંજ સુધી આ મામલે નડિયાદ શહેર પોલીસ મથકે કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી. જેમની ગાડીનો કાચ કિશોર વયના તસ્કરે તોડ્યો છે તે નિરજભાઇ ગોહેલ વકીલ તરીકે ફરજ બજાવે છે અને શહેરના પશ્ચિમ વિસ્તારમાં પીજ રોડ ઉપર રહે છે. હાલમાં તેઓ વકીલાતનો આગળ અભ્યાસ કરતાં હોઇ, સવારે કોલેજ ગયા હતા તે સમયે આ ઘટના બની હતી. આ મામલે પોલીસને જાણ કરી હતી.

 

સીસીટીવીમાં કિશોર ગાડીમાંથી લેપટોપ બેગ હોય તે પ્રકારની બેગ ચોરતો દેખાય છે. જોકે ખરેખરમાં આ બેગમાં નિરજભાઇના અસિલોના કેટલાક અગત્યના દસ્તાવેજો ઉપરાંત તેમના કેટલાક દસ્તાવેજો હતા. બેગમાં કોઇ કિંમતી વસ્તુ ન હોવાનું નિરજભાઇએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...