તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Women removed womb in order to stay employed in maharashtra sugarcane workers,આ ગામમાં પૈસા માટે મહિલાઓ કઢાવી નાખે છે પોતાનું ગર્ભાશય

મહારાષ્ટ્રના હાજીપુર ગામમાં શ્રમિક મહિલાઓ માત્ર કામ મળે તે માટે કઢાવી રહી છે ગર્ભાશય, માસિક ધર્મમાં રજા પાડવાથી કોન્ટ્રાક્ટર્સ કાપી લે છે પૈસા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના બીડ જિલ્લાના હાજીપુર ગામની મોટાભાગની મહિલાઓ પોતાનું ગર્ભાશય એટલા માટે કઢાવી રહી છે કે પિરીયડ્સના કારણે તેનું કામ ન અટકે. અને આ કારણે રાષ્ટ્રીય મહિલા આયોગે મહારાષ્ટ્રના મુખ્ય સચિવને નોટીસ પાઠવી છે નોટિસમાં જવાબદાર લોકોની ધરપકડ કરવા કાનૂની કાર્યવાહી કરવા જણાવ્યુ છે. હાજીપુર ગામમાં મોટા ભાગે શેરડીના પાકને કટિંગ કરવાનું કામ થાય છે. અને ગામના શ્રમિક પરિવારો પોતાનું ગુજરાન ચલાવવા આ જ કામ કરે છે. અહીં કોન્ટ્રાક્ટર વોમ્બલેસ એટલેકે ગર્ભાશય વગરની મહિલા શ્રમિકોને જ કામ આપે છે, તેના કહેવા મુજબ આવી મહિલાઓ ઓછી રજા લે છે. માસિક ધર્મમાં થતી અસહ્ય પીડાને કારણે મહિલાઓ રજા લે છે. જેના કારણે કોન્ટ્રાક્ટરને નુક્સાન ભોગવવુ પડે છે. જો પુરૂષ કે મહિલામાંથી કોઈ એક રજા પાડે તો કોન્ટ્રાક્ટર તેના દિવસના 500 રૂપિયા કાપી લે છે. પરિણામે શ્રમિક પરિવારને રોજગારી ઓછી મળે છે. શેરડીના કાપકામમાં કપલ શ્રમિકને ટાર્ગેટ અપાય છે. જે નક્કી કરેલા સમયમાં પૂરો કરવાનું કહેવામાં આવે છે અને કામ ન અટકે તેના માટે આ કામ માસિક ધર્મવાળી મહિલાઓને અપાતુ નથી. આ જ કારણે ગામની 25 વર્ષની પરણેતર મહિલાઓ પણ રોજી રોટી માટે સર્જરી કરાવી રહી છે અને આ માટે તે કોન્ટ્રાક્ટર પાસેથી જ એડવાન્સ પૈસા લે છે અને પોતાના રોજમાંથી તેને કપાવે છે. ગામલોકોનું કહેવુ છે કે ગર્ભાશય કઢાવવા માટે મહિલાઓ પર કોઈ દબાણ નથી. તે પોતાની મરજીથી આ કામ કરાવે છે. નાની ઉંમરે ગર્ભાશય કઢાવવાના કારણે આવી મહિલાઓને હોર્મોનલ ઈમ્બેલેન્સ, મગજની બીમારીઓ અને વજન વધવાની સમસ્યાઓનું ભોગ બનવુ પડે છે.

ઘોડા પર સ્કૂલે જનારી કૃષ્ણા બની સોશિયલ મીડિયા સ્ટાર, એક મિત્રએ ટોણો મારતા લાગી આવ્યું અને શીખી ઘોડેસવારી