તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈમાં પ્લેટફોર્મ પર આવતી ટ્રેન સામે બાળકી સાથે કૂદી ગઈ મહિલા, બીજી જ ઘડીએ થયો ચમત્કાર, વીડિયો વાઇરલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્ષનાં પહેલાં જ દિવસે કુર્લાનાં પ્લેટફોર્મ નં ૮ પર એક દુર્ઘટના બનતાં રહી ગઈ. પ્લેટફોર્મ પર સામેથી લોકલ ટ્રેન આવી રહી હતી એવામાં જ એક મહિલા ટ્રેક પર ઉતરીને ટ્રેન સામે આત્મહત્યા કરવા ઊભી રહી ગઈ. મહિલાની આ હરકતથી પ્લેટફોર્મ પરનાં યાત્રિકોમાં હડકંપ મચી ગયો.  ટ્રેનનાં લોકો પાઈલોટને ટ્રેન રોકવા માટે મુસાફરોએ ઈશારા કર્યા હતા અને પાઈલોટે પણ સમયસૂચક્તા વાપરીને ટ્રેન રોકી દીધી હતી. બે - ત્રણ યુવકો તાત્કાલિક પાટા પર ઉતરીને યુવતીને ત્યાંથી ખસેડી લીધી હતી.

     બીજા આવા જ શ્વાસ થંભાવી દેતા મુંબઈનાં જ સીસીટીવીમાં એક બાળકી સાથે માતા વિક્રોલી રેલ્વે સ્ટેશન પર ટ્રેન સામે કૂદી ગઈ. પ્લેટફોર્મ પર હાજર અન્ય મહિલા મુસાફરોએ ટ્રેનને ઈશારો કરી અને બુમો પાડીને રોકી દીધી હતી. ટ્રેન રોકાતાં જ અન્ય મુસાફરો અને રેલ્વે પોલીસે ટ્રેક પર ઉતરીને મહિલા અને તેની પુત્રીને હેમખેમ બચાવી લીધા હતા.

 

ઉલ્લેખનીય છે કે, એક જ દિવસે બે રેલ્વે સ્ટેશનો પર બનેલાં આપઘાતનાં પ્રયાસોનું કારણ ઘરકંકાસ સામે આવ્યું છે. બદલાતા સમયમાં લોકો આમ તો મોર્ડન બન્યાં છે પણ તેમની સહનશક્તિ ઘટી ગઈ છે. પોલીસે હાલ બંને મહિલાઓને બચાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.