તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઘોડા પર સ્કૂલે જનારી કૃષ્ણા બની સોશિયલ મીડિયા સ્ટાર,Viral Video Of Krishna, Who Was Seen Riding Horse To Her Exams

ઘોડા પર સ્કૂલે જનારી કૃષ્ણા બની સોશિયલ મીડિયા સ્ટાર, એક મિત્રએ ટોણો મારતા લાગી આવ્યું અને શીખી ઘોડેસવારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થોડા દિવસ પહેલા કેરળના ત્રિશૂરની કૃષ્ણાનો આ વીડિયો એટલો વાયરલ થયો કે તે સોશિયલ મીડિયા સેલિબ્રિટી બની ગઈ. અને હવે કૃષ્ણાનો એક નવો વીડિયો બહાર આવ્યો છે. જેમાં તે ઘોડેસવારી પાછળનું આખુ કારણ જણાવે છે. વીડિયોમાં કૃષ્ણા કહે છે કે તેના એક મિત્રએ કહ્યું હતુ કે છોકરીઓ માટે ઘોડેસવારી સરળ નથી, તેને માત્ર રાણી લક્ષ્મીબાઈ જેવી મહિલાઓ જ કરી શકે છે. ત્યારે કૃષ્ણાને વિચાર આવ્યો કે હું કેમ ન કરી શકુ અને તેણે ઘરમાંથી પરમિશન લઈને ઘોડેસવારી શીખી. આજે તે રોજ સાડા ત્રણ કિલોમીટર દૂર સ્કુલે ઘોડા પર જાય છે. મહિન્દ્રા ગૃપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ આ વીડિયો ટ્વિટ કરેલો. અને કૃષ્ણાને તેની હીરો ગણાવી હતી. અને જણાવ્યું હતુ કે આ ક્લિપ વિશ્વ સ્તર પર વાઇરલ થવા લાયક છે. એટલે કે કોઈ પણ કામ સ્ત્રી કે પુરૂષ માટે ડિફાઇન નથી. સ્ત્રી ધારે તો પુરૂષ સમોવડી ખરા અર્થમાં બની જ શકે છે.

37 વર્ષની ગિતાંજલીએ ઑર્ગેનિક ખેતીમાં કમાયું નામ, 2017માં શરૂ કર્યું સ્ટાર્ટઅપ, આજે વાર્ષિક ટર્નઓવર 8.40 કરોડ રૂપિયા