સાત પગવાળો અજીબ જીવ જેનું શરીર કરોળિયાનું તો ચહેરો છે માણસ જેવો, સ્પાઈડરમેન તરીકે થયો વાઈરલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અત્યાર સુધી તો તમે કરોળિયા અનેક જોયા જ હશે પણ આસામના નાગોન જિલ્લામાં આવેલા સોનજૂરી ગામમાં જોવા મળેલો આ અજીબ પ્રકારનો કરોળિયો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.આમ તો તે દેખાય છે સામાન્ય કરોળિયા જેવો જ પણ તેનું શરીર જોઈએ તો તેમાં કોઈ માણસનો ચહેરો સ્પષ્ટ નજરે ચડે છે. જેણે પણ આ કરોળિયાને નજરોનજર જોયો હતો તે બધાની આંખો પહોળી થઈ ગઈ હતી કેમ કે તેમણે આ અગાઉ ક્યારેય પણ આવો અજીબ જ પ્રકારનો કરોળિયો જોયો નહોતો હવે ત્યાં આ કરોળિયાને જોવા માટે લોકોની લાઈનો લાગી રહી છે. દૂરદૂરથી તેને જોવા માટે આવતા લોકો તેને સ્પાઈડરમેન તરીકે ઓળખવા લાગ્યા હતા. તમને એ પણ જણાવી દઈએ કે ગયા વર્ષે જ કંબોડિયાના જંગલમાં પણ આ જ પ્રકારનો એક માણસના ચહેરા જેવી જ શરીર રચના ધરાવતો કરોળિયો જોવા મળ્યો હતો.  

 

    SHOCKING VIDEOS:

જાણીતી રેસ્ટોરાંમાં મહિલા પ્રવાસીને પીરસાયેલા સૂપમાંથી નીકળ્યો મરેલો ઉંદર, વરવા અનુભવનો વીડિયો બનાવીને શેર કરતાં જ અધિકારીઓએ પગલાં લઈને માર્યું તેને તાળું 

 

 

 નશામાં ધૂત પોલીસકર્મી મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં પકડાયો, વાસ્તવિકતાથી અજાણ મહિલા કહેતી રહી એને ન મારો 

 

મૃત દીકરાની ઠંડી થઈ ગયેલી લાશ પર આંધળી માતા આખી રાત ઢાંકતી રહી કપડાં