તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Two Aircraft Of The Surya Kiran Aerobatics Team Crash At The Yelahanka Airbase In Bengaluru

બેંગલુરુમાં એર શોના રિહર્સલ દરમિયાન 2 સૂર્યકિરણ વિમાન ક્રેશ; બંને પાયલટના જીવ બચ્યાં, સામાન્ય નાગરિકને ઈજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કર્ણાટકના બેંગલુરુમાં ચાલી રહેલા એર શો દરમિયાન એક મોટી દુર્ઘટના થઈ છે. અહીં યેલહાકા એરપોર્ટ પર એરશો દરમિયાન બે સૂર્યકિરણ એરક્રાફ્ટ એકબીજાને અથડાઈ ગયા હતા. એરક્રાફ્ટના બંને પાયલટ સુરક્ષીત છે પરંતુ એક સામાન્ય નાગરિક ઘાયલ થયો હોવાની માહિતી મળી છે. નોંધનીય છે કે, બંને પાયલટે એરક્રાફ્ટ રિહર્સલ દરમિયાન ઉડાન ભરી રહ્યા હતા પરંતુ જ્યારે બંને એરક્રાફ્ટ આકાશમાં પહોંચ્યા ત્યારે તેઓ એકબીજા સાથે જ અથડાઈ ગયા હતા.

એર શો 20 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. પરંતુ તે પહેલાં જ રિહર્સલ દરમિયાન એક મોટી ર્દુઘટના બની છે.