તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેડિમેડ કપડાની દુકાનમાં શાતિર ચોરોએ હાથ સાફ કર્યો, પહેલાં CCTV બંધ કર્યા પછી 1 લાખનો સામાન અને કેશ લઈ થઈ ગયા ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંજાબના અમૃતસરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.જેમાં શાતિર ચોરોએ કપડાની દુકાને હાથ સાફ કર્યો હતો. દુકાનદાર રાત્રે શટર બંધ કરીને ઘરે ગયા બાદ મોડી રાત્રે ચોરો ત્રાટક્યા હતા. પક્કડની મદદથી ચોરોએ તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.દુકાનમાં ઘુસતાં જ ચોરોએ પહેલાં સીસીટીવી બંધ કર્યા હતા. પછી 1 લાખનો સામાન અને કેશ લઈ ફરાર થઈ ગયા હતા. જોકે દુકાનની બહાર લગાવેલાં સીસીટીવીમાં ચહેરો ઢાંકેલા ચોર દેખાઈ ગયા હતા. પોલીસે પુરાવાને આધારે તપાસ શરૂ કરી છે.