• Gujarati News
  • National
  • Son gift car to father emotional video viral on social media,નવા વર્ષે પિતાને આપી અનોખી ગિફ્ટ, સર્જાયા ઈમોશનલ દ્રશ્યો, ક્યાંક દીકરાની

નવા વર્ષે પિતાને આપી અનોખી ગિફ્ટ, સર્જાયા ઈમોશનલ દ્રશ્યો, ક્યાંક દીકરાની આંખો આંસૂથી છલકાઈ તો ક્યાંક પિતા પુત્રને ગળે વળગીને રડી પડ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક પિતા પોતાની આખી જિંદગીની કમાણી પોતાના બાળકો પર લગાવી દે છે અને એ જ બાળકો જ્યારે મોટા થઈને તેના પિતાની અધૂરી ઈચ્છાઓ પૂરી કરે છે ત્યારે તેમની ખુશી બમણી થઈ જાય છે અને તેમનું જીવન સાચા અર્થમાં સફળ થઈ જાય છે. એવો જ એક કિસ્સો મલેશિયાના ક્લુઆંગ જિલ્લાનો છે. જ્યાં એક પુત્ર તેના પિતાને નવા વર્ષ પર એક કાર ગિફ્ટ કરે છે. પહેલા તો તેના પિતા કંઇ સમજી નથી શકતા પરંતુ દીકરો જ્યારે તેમના હાથમાં કારની ચાવી આપે છે. ત્યારે પિતાના ચહેરા પર ઈમોશનલ એક્સપ્રેશન છવાઈ જાય છે. અને પુત્રને ગળે વળગીને રડી પડે છે જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેવો જ એક વીડિયો સાઉથ ઈન્ડિયાનો છે. જેમાં એક પુત્ર પોતાની કમાણીમાંથી તેના પિતાને પહેલી વખત એક લક્ઝુરિયસ બાઇક ગિફ્ટ કરે છે અને એ પણ સરપ્રાઇઝલી. જે પિતાએ હંમેશા પોતાના સપનાઓ છોડીને દીકરાના સપનાઓ પૂરા કરવામાં જિંદગી ખર્ચી નાખી હોય. ત્યારે જિંદગીના અંતિમ સમયમાં જ્યારે દીકરો તેનુ સપનું પુરૂ કરે તેની ખુશી આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. પિતાને ગિફ્ટ આપતી વખતે દીકરાની આંખો આંસૂથી છલકાઈ જાય છે અને પિતાને વળગી પડે છે.