તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Save Birds On Uttarayan: Watch Emotional Video Of Bird Child And Mother,ઉત્તરાયણના દિવસે કંઈક આવી હોય છે પક્ષીઓની વ્યથા ઉતરાણની રૂંવાડા ઊભા

ઉત્તરાયણના દિવસે કંઈક આવી હોય છે પક્ષીઓની વ્યથા ઉતરાણની રૂંવાડા ઊભા કરી દે એવી કહાણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉતરાયણ દરમિયાન આપણે છત પર પતંગ ચગાવવાની મજા માણતા હોઇએ છીએ પરંતુ આપણી આ જ મજા અનેક અબોલ પક્ષીઓ માટે મોતની સજા બની જાય છે. આવો જ એક કિસ્સો છે, એક વાર એક વૃક્ષ પર બે માળા હતા, એક માળામાંથી કેટલાક માસૂમ બાળ પક્ષીઓનો રડવાનો અવાજ આવતો હતો, જ્યારે બાજુના માળામાં ખિલખિલાટ હતો. ખિલખિલાટ કરતા બાળ પક્ષીઓએ સહજતાથી પોતાની માતાને પૂછ્યું કે બાજુવાળા માળામાંથી કેમ રડવાનો અવાજ આવે છે. ત્યારે માતાએ ઘણો જ  હૃદયદ્રાવક જવાબ આપ્યો કે બાળકોનું જીવન બચાવવા અને તેમની ભૂખ સંતોષવા માટે તેમની માતાએ જીવનની કુર્બાની આપી છે......

માતાની આ વાત સાંભળીને બાળકો ચોંકી ગયા અને માતાને ગળે લગાવીને અને રડમસ અવાજે બોલ્યા મા અમારે નથી ખાવું અમને ભૂખ નથી લાગી. તું બહાર ન જાતી..માસૂમ બાળકોની આ વાત સાંભળીને માતાની આંખમાં આસું આવી ગયા અને માતા બોલી કે હું કેવી રીતે મારા જીવના ટૂકડાઓને ભૂખ્યા રાખી શકું. એટલાં માટે જ છેલ્લા ઘણા દિવસોથી હું તમારા માટે ખાવાનું ભેગું કરી રહી છું. આપણે અબોલ છીએ એટલે આ બધું સહન કરી લઇએ છીએ માણસ નહીં બદલાય આપણે જ બદલાવું પડશે

 

ઉત્તરાયણ પર ઢોકળીએ બધી બહેનપણીને બોલાવી ધાબા પર ધામા નાખ્યા, પણ થયું એવું કે બધો પ્લાન ચોપટ થઈ ગયો