પાણીપુરીના શોખીનો માટે આંચકાજનક વીડિયો, આવી છે પુરીઓ બનાવવાની પ્રોસેસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો ડેસ્ક:  ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેને પાણીપુરીનો ચટાકો ના હોય જોકે આ વીડિયો તેમના ચટાકા માટેનો શોખ તેમના સ્વાસ્થ્ય પર  ભારે પડી શકે તેવો આંચકાજનક છે. ક્યાંક એવું તો નથી ને કે આપણે પોતે જીભના ટેસ્ટના ભોગે ગંભીર બીમારીઓને જ આમંત્રણ આપી રહ્યા હોય? એવું જ કઈંક જોવા મળ્યું છે મહારાષ્ટ્રના પુણેમાં આવેલા દપોદી વિસ્તારમાં. એક જાગૃત નાગરિકને સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યાં હોવાની માહિતી મળતાં જ તે સીધો  ત્યાં પહોંચ્યો હતો કે જ્યાં પાણીપુરી માટેની પૂરીઓ બનતી હતી. તેણે ત્યાં જઈને જે નજારો જોયો તે ચોંકાવનારો હતો. આજુબાજુ સ્વચ્છતાનું તો કોઈ ઠેકાણું નહોતું સાથે જ જે વ્યક્તિ પુરી માટેનો લોટ બનાવતો હતો તે પોતે પણ એટલો જ મેલો હતો. સાવ ગંદાગોબરા પગ લઈને તે જે ટેસથી એ લોટની ખૂંદતો હતો તે જોઈને ચોક્કસ તમે પણ બે વાર પાણીપુરી ખાતાં વિચારશો.

 

          Shocking Video: 

 તાડના ઝાડ પર જ હૃદય હુમલો આવતાં સર્જાયું આવું ડરામણું દૃશ્ય

અન્ય સમાચારો પણ છે...