તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છત્તીસગઢમાં ક્યારેક આ જ નક્સલીઓનો ખૌફ હતો, હવે તેમની સુરક્ષા હેઠળ જ થાય છે મતદાન, કહ્યું, 'હવે લોકતંત્રની સુરક્ષા કરીશું'

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 છત્તીસગઢનાં સુકમામાં મતદાન મથક પર માઓવાદી રહી ચૂકેલાં બે શખ્સો સૈન્યની વરદીમાં સુરક્ષા કરતાં જોવા મળ્યાં હતા.  રામા અને અર્જુન હવે પોલીસનાં ખાનગી સૈનિક બની ગયા છે. જેમણે ગુરુવારે કોંટાનાં બુથ નંબર 210 પર ડ્યુટી પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રામાએ 13 સપ્ટેમ્બર,2018ના દિવસે તો નક્સલ કમાન્ડર રહી ચૂકેલાં અર્જુને 6 માર્ચ, 2019નાં દિવસે સરેન્ડર કર્યું હતુ. અર્જુને જણાવ્યું હતુ કે, 'નક્સલવાદીઓ વિસ્તારનો વિકાસ થવા દેતાં નથી. પરિણામે લોકો વધુ દુ:ખી થાય છે. હું પહેલાં ચૂંટણીનો બહિષ્કાર કરતો હતો, હવે સુરક્ષા કરું છું'.

 આમ, સૈન્ય અને સરકારનાં સંયુક્ત પ્રયાસોથી નક્સલવાદીઓ અને માઓવાદીઓ પણ હવે દેશને નુકસાન પહોંચાડવાની જગ્યાએ દેશની સુરક્ષા કરવા માટે પ્રેરાયા છે. જે નવો બદલાવ સૂચવે છે. 

અન્ય સમાચારો પણ છે...