તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડકડતી ઠંડીમાં હાઈવે પર એકલો દોડી રહ્યો હતો બાળક, મહિલા ડ્રાઈવરે બસ રોકી કર્યું આવું, પેસેન્જરોએ તાળીઓ પાડી, દુનિયાભરમાં થયા વખાણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકાના મિલ્વોકી વિસ્તારમાં હાડ થિજાવતી ઠંડીમાં હાઈ-વે પર 19 મહિનાનું બાળક એકલું દોડી રહ્યું હતું. ઠંડીમાં ખુલ્લા પગે દોડતા બાળકને જોઈ ત્યાંથી પસાર થતી બસના મહિલા બસ ડ્રાઈવરે બસ રોકી દીધી હતી. પછી બસ ડ્રાઈવર ઈરેના નીચે ઊતરીને બાળકને બસમાં લઈ આવી હતી. ઈરેનાનાં કહેવા પર એક પેસેન્જરે પોતાનું જેકેટ ઊતારી બાળકને ઓઢાડી દીધું હતું. ત્યારબાદ ઈરેનાએ મદદ માટે ઈમરજન્સીને કોલ કર્યો હતો.પોલીસે તેના પેરેન્ટ્સની તપાસ કરીને બાળક તેમને સોંપ્યું હતું. 22 ડિસેમ્બરે બનેલી ઘટનાનો વીડિયો હાલ વાઈરલ થયો છે.સોશિયલ મીડિયા પર બસ ડ્રાઈવર ઈરેનાનાં વખાણ ખૂબ થઈ રહ્યા છે.