તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મતદાન કેન્દ્રમાં EVM પર પોતાનું આખું નામ ન દેખાતાં જનસેના ઉમેદવાર મધુસૂદન ગુપ્તાએ EVM તોડ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકસભા ચૂંટણીના સાત તબક્કામાંથી પહેલા તબક્કાના મતદાન માટે આજે વોટિંગ ચાલી રહ્યું છે, પ્રથમ તબક્કામાં 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 સીટો પર મતદાન થવાનું છે. કુલ 1279 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે આંધ્રપ્રદેશનાં ગુટીમાં આવેલાં મતદાન કેન્દ્રથી શોકિંગ ઘટના સામે આવી છે. જનસેના MLA કેન્ડીડેટ મધુસૂદન ગુપ્તાએ ઈવીએમ તોડ્યું હતુ. મધુસૂદન ગુપ્તા અનંતપુરનાં ગુટી બૂથ પર મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં EVM મશીનમાં પોતાનું આખું નામ ન દેખાતાં  ગુપ્તા ગુસ્સે ભરાયા હતા.  ‘આખી ચૂંટણી બોગસ છે’ તેમ કહી ગુસ્સે ભરાયેલાં MLA કેન્ડીડેટે EVM પછાડ્યું હતું. મીડિયાની હાજરીમાં બનેલી ઘટનાનો વીડિયો વાઈરલ થી ગયો હતો. પોલીસે ઉમેદવાર મધુસૂદન ગુપ્તાની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...