તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Father Pawns His Two year old Daughter To A Restaurant,રેસ્ટોરાંમાં પૈસા ઓછા પડ્યા તો પિતાએ 2 વર્ષની દીકરીને રાખી દીધી ગીરવે

રેસ્ટોરાંમાં નુડલ્સ ખાધા બાદ ખિસ્સામાં નહોતા પૂરતા પૈસા, પિતાએ 2 વર્ષની દીકરીને રાખી દીધી ગીરવે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીનમાં એક રેસ્ટોરન્ટમાં એક પિતાએ નુડલ્સ ખાઈને તેની 2 વર્ષની દીકરીને ગીરવે મુકી..કારણકે તેની પાસે પૂરતા પૈસા ન હતા. આ ઘટના દક્ષિણ ચીનના એક રેસ્ટોરન્ટની છે. જ્યાં એક યુવક તેની 2 વર્ષની દીકરીને લઈને જમવા ગયો હતો. પરંતુ જમવાનું બિલ 6 યુઆન હતુ અને યુવક પાસે 5 યુઆન હતા. આથી કેશ કાઉન્ટર પર તેણે કહ્યુ કે હુ મારી દીકરીને અહીં ગીરવે મુકીને જાવ છુ અને કાલે પૈસા આપીને તેને લઈ જઈશ. યુવક રેસ્ટોરન્ટની બહાર નીકળે છે ત્યારે માસૂમ દીકરી પણ તેની પાછળ પાછળ જાય છે. પરંતુ યુવક તેને હડસેલીને અંદર ધકેલી દે છે. યુવકના ગયા બાદ રેસ્ટોરન્ટ માલિકે પોલીસને બોલાવી હતી.

શું પોલીસને સવાલ પૂછવો એ ગૂનો છે? કારચાલકે ચલણ કાપવાનું કારણ પૂછયું તો પોલીસે કરી હાથાપાઈ