તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક માતા આવી પણ, જ્યારે ભૂખથી ટળવળતાં હતાં ગલૂડિયાં ત્યારે દૂધ પીવરાવ્યું, લોકોએ કહ્યું, 'ગાય એ ગોદ લઈ લીધાં કૂતરીનાં બચ્ચાં'

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાય અને તેનું ધાવણ ધાવતાં ચાર ગલૂડિયાંનો વીડિયો રાતોરાત જ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થવા લાગ્યો હતો. આ દૃશ્ય એ વાતને સાબિત કરે છે કે ગાયને માતા કેમ કહેવામાં આવે છે.આ નજારો ઉત્તરપ્રદેશના કોઈ શહેરનો હોવાનું જાણવા મળે છે. તેમાં જણાવેલી વિગતો પ્રમાણે એક અકસ્માતમાં આ ચાર ગલૂડિયાંની માતાનું મૃત્યુ થતાં તે અનાથ બની ગયાં હતાં. ભૂખથી ટળવળતાં આ ચાર ગલૂડિયાં અચાનક જ આ ગાયની પાસે જઈને તેના આંચળને મોંઢામાં લઈને તેમાંથી દૂધ પીવા લાગ્યાં હતાં. આ એક એવું દૃશ્ય હતું કે જે બહુ જ ભાગ્યે જોવા મળે છે. રોડ પર બેઠેલી ગાયે જે રીતે આ માસૂમોને દૂધ પીવા દીધું હતું તે જોઈને એક વ્યક્તિએ આ વીડિયો બનાવીને અપલોડ પકર્યો હતો.

 

અજીબ અકસ્માત: સાઇકલની ટક્કરથી કારનું બોનેટ તૂટ્યું, લોકોએ કાર કંપનીની મજાક ઉડાવી

 

અન્ય સમાચારો પણ છે...