લગ્નમાં દારૂ પીને ગાંડા થયા'તા ને ઉપરથી જમવાનું ખૂટી ગયું, પછી જે થયું એની કલ્પના પણ નહીં હોય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીડિયો ડેસ્ક: સોશિયલ મીડિયામાં આજકાલ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો પંજાબના લુધિયાણાનો છે. મેરેજ ફંક્શનમાં લોકો દારૂ પીને ટલ્લી થઈ ગયેલા જોવા મળ્યા હતા. જ્યાં જુઓ ત્યાં લોકો જમીન પર પડેલા હતા. કેટલાક ખુરશીમાં તો કેટલાક ટેબલ પર સૂઈ ગયા હતા. એટલો દારૂ પીધો હતો કે લોકો લથડિયાં ખાતાં જોવા મળ્યા હતા. ઠેર ઠેર જમવાની પ્લેટો વિખેરાયેલી જોવા મળી હતી અને ખુરશીઓ પણ ઊંધી પડેલી જોવા મળી હતી. લગ્ન-સમારોહમાં ભોજન ખૂટી જતાં મહેમાનો ગુસ્સે થયા હતા. લોકોએ એકબીજા પર ખુરશીઓ અને થાળીઓ ફેંકી હતી. તો મહેમાનો વચ્ચે હાથાપાઈ પણ થઈ હતી. આ સમારોહમાં દારૂ પણ પીરસાયો હતો. આથી ટલ્લી થયેલા લોકોએ ભારે આતંક મચાવ્યો હતો. પરિસ્થિતિ વધુ વણસતાં મહિલાઓ જીવ બચાવી ભાગ નીકળી હતી.

અન્ય સમાચારો પણ છે...